સુશાંત સિંહ રાજપૂતનાં મિત્ર સિદ્ધાર્થ પિઠાનીની આ કારણોસર એનસીબીએ કરી ધરપકડ

બોલિવૂડ અભિનેતા સુશાંદ સિંહ રાજપૂતથી જોડાયેલાં ડ્રગ્સ કેસમાં તેના મિત્ર સિદ્ધાર્થ પિઠાનીએ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમ દ્વારા હૈદરાબાદથી ધરપકડ કરવામાં આવી છે. સુશાંત સિંહ રાજપૂતનાં મિત્ર સિદ્ધાર્થ પિઠાનીએ ગયા અઠવાડિયે જ સગાઇ કરી હતી. સિદ્ધાર્થ પિઠાનીની સગાઇની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. સુશાંતનાં નિધનબાદ તેમની લાઇફ સાથે જોડાયેલાં ઘણાં લોકોનાં નામ મીડિયા સમક્ષ આવ્યાં હતાં. તે લોકોમાં તેમના મિત્ર સિદ્ધાર્થ પિઠાનીનું પણ નામ હતું. કહેવામાં આવે છે કે, સુશાંતની બોડીને સૌથી પહેલાં સિદ્ધાર્થ પિઠાનીએ જ ઘરની અંદર પંખે લટકેલી જોઇ અને તેને જ તેમની બોડી ઉતારી હતી. ત્યાર બાદ તેમને પોલીસ અને હોસ્પિટલમાં પણ ફોન કર્યો હતો.

તમને જણાવી દઇએ કે, સુશાંતનાં ચાહકોનું માનવું છે કે, સુશાંતનાં મોતનાં આખા કેસમાં સિદ્ધાર્થ પિઠાની શામેલ રહેલ છે. જેના કારણે તે પણ જલ્દી જ NCB નાં સકંજામાં આવી જશે. અને હવે સિદ્ધાર્થ સામે NCB કાર્યવાહી કરી રહી છે જયારે ડ્રગ્સ કેસમાં તેની પણ ધરપકડ કરી લેવાઈ છે.

આ અગાઉ સુશાંતની મોતની તપાસ અંગે સીબીઆઈ પણ ઘણી વખત સિદ્ધાર્થ પિઠાનીથી પૂછપરછ કરી ચુકી છે. તેમને સીબીઆઈને આપેલ નિવેદનમાં કહ્યું હતું કે, છેલ્લા વર્ષે જાન્યુઆરીથી તે સુશાંત સિંહની સાથે જ રહેતા હતા. આ સિવાય તેમને જ ચાકુ વળે સુશાંતના ગળા પર લાગેલ કપડું કાપ્યું હતું. ત્યાર બાદ એક વ્યક્તિ સાથે બેડ પર ચડીને સુશાંતના મૂતદેહને નીચે ઉતાર્યો હતો.

Scroll to Top