પૂછપરછ માટે અનન્યા પાંડે મોડી આવતા સમીર વાનખેડેએ કહ્યું: આ કોઈ પ્રોડક્શન હાઉસ નથી, સેન્ટ્રલ એજન્સીની ઓફીસ છે, ટાઈમ પર આવો

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

ફિલ્મ જંજીરનો ડાયલોગ જરૂર તમને યાદ હશે. જ્યાં સુધી બેસવાનું કહેવામાં ન આવે ત્યાં સુધી શરાફતથી ઉભા રહો, આ પોલીસ સ્ટેશન છે, તમારા બાપનું ઘર નથી. જી હા, અમિતાભ બચ્ચનનો આ પ્રખ્યાત ડાયલોગ આજે અમે એનસીબના જોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેના એક ડાયલોગના સંદર્ભમાં યાદ કરી રહ્યા છે. કેમકે વાનખેડેએ અનન્યા પાંડેની કેટલીક લાઈન પર ઠપકો આપ્યો છે.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ અનન્યા પાંડેને શુક્રવારે નિર્ધારિત સમય કરતાં ત્રણ કલાક મોડા એજન્સીની ઓફિસમાં પહોંચવા બદલ ઠપકો આપ્યો હતો.બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેને મુંબઈ ડ્રગ્સ કેસમાં NCB દ્વારા તપાસના સંદર્ભમાં શુક્રવારે સવારે 11 વાગ્યે એજન્સી સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું.

અનન્યા પાંડેને બીજા રાઉન્ડની પૂછપરછ માટે શુક્રવારના એનસીબી ઓફિસમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. અંતે શુક્રવારે બપોરે 2 વાગ્યે તે એજન્સીની ઓફિસે પહોંચી હતી.એનસીબીના જોનલ ડિરેક્ટર સમીર વાનખેડે કથિત રીતે એજન્સીની ઓફિસમાં ત્રણ કલાક મોડા પહોંચવા માટે અભિનેત્રીને ઠપકો આપ્યો હતો.

મીડિયા રિપોર્ટ મુજબ, સમીર વાનખેડે અનન્યા પાંડેને જણાવ્યું હતું કે, આ તમારું અથવા તમારા પિતાનું ‘પ્રોડક્શન હાઉસ’ નથી, પરંતુ કેન્દ્રીય એજન્સીની ઓફિસ છે. જ્યારે બોલાવવામાં આવે ત્યારે આવી જાવ. અનન્યા પાંડેની NCB દ્વારા શુક્રવારના રોજ 4 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. અનન્યા પાંડેની શુક્રવારના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓ દ્વારા મુંબઈમાં તેમની ઓફિસમાં લગભગ ચાર કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

આ અગાઉ, અનન્યા પાંડે ગુરુવારના NCB સમક્ષ હાજર થઈ હતી જ્યારે એજન્સીએ તેને મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસના સંબંધમાં સમન્સ પાઠવ્યું હતું. એનસીબીએ તેનું લેપટોપ અને મોબાઈલ ફોન પણ જપ્ત કરી લીધું છે. એનસીબીએ કથિત રીતે કેસમાં પોતાની તપાસ દરમિયાન આર્યન ખાનના ફોનથી ડ્રગ્સ સંબંધમાં તેમની વાતચીત પર સવાલ પૂછ્યા હતા.

NCB ના જણાવ્યા મુજબ, આર્યન ખાન અને અનન્યા પાંડે વચ્ચેની વાતચીત દરમિયાન આર્યન અનન્યા સાથે ગાંજા વિશે વાત કરી રહ્યો હતો. આર્યન પૂછી રહ્યો હતો કે, વિડ્સની વ્યવસ્થા કરવા માટે કોઈ ‘જુગાડ’ થઈ શકે છે.

તેના પર અનન્યા પાંડેએ જવાબ આપ્યો છે કે, હું જુગાડ કરીશ. એનસીબીએ ગુરુવારએ  પૂછપરછ દરમિયાન જ્યારે અનન્યા પાંડેને આ ચેટ દેખાડી તો તેણે જવાબ આપ્યો હતો કે, હું તો માત્ર મજાક કરી રહી હતી.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો