ભારત નું એક એવું મંદિર જેના રસોડા માં 1 લાખ લોકો દરરોજ મફત માં જમે છે તો પણ કસું ખૂટતું નથી

જેટલા ધર્મ આપના દેશ માં છે. એટલા ધર્મ બીજા કોઈ દેશ માં નથી. અને બધા જ ધર્મ આપના દેશ માં પવિત્ર માનવામાં આવે છે. ભારત માં કેટલાય મંદિર આવેલા છે. અને તેમાં અમૃતસર આખી દુનિયા માં સુવર્ણ મંદિર ના લીધે પ્રખ્યાત છે.

સુવર્ણ મંદિર માં માત્ર શીખ લોકો જ નહીં કેટલાય લોકો માથું ટેકવા આવે છે. અમૃતસર સુવર્ણ મંદિર ઊપરાંત તેના ભોજન માટે પણ પ્રખ્યાત છે. સુવર્ણ મંદિર માં ચાલતું લંગર એ આખી દુનિયા માં એક અદભુત દાખલો બની ગયું છે.આ લંગર કેટલાય વર્ષો થી ચાલે છે.

શીખો ના ગુરુ એવા નાનક દેવ એ લંગર ચાલુ કર્યું હતું. અને એ અત્યારે પણ આજની તારીખે ચાલુ જ છે. અત્યારે પણ લોકો ત્યાં મફત માં જમે છે અને ત્યાં અત્યાર સુધી ક્યારેય ભોજન ખૂટતું નથી. આ લંગર વિશે જાણી ને તમને નવાઈ લાગશે. અહીંયા રોજ 1 લાખ થી વધારે લોકો મફત માં જમે છે.

તહેવાર કે રજા ના દિવસે આ સંખ્યા 2 ઘણી થઈ જાય છે ગમે તેટલી સંખ્યા માં લોકો જમવા આવે પણ કોઈ ભૂખ્યું જતું નથી.

આ લંગર બધા જ લોકો માટે ખુલ્લું જ હોય છે. કોઈ પણ ધર્મ કોઈ પણ જાતિ ના લોકો અહીં આવી ને જમે છે. અહીંયા સ્વયં સેવકો ઘ્વારા ભોજન પીરસવામાં આવે છે. લંગર માં શુદ્ધ સ્વાદિષ્ટ અને શાકાહારી ભોજન જ પીરસવામાં આવે છે.

અહીં દરરોજ લગભગ 7000 કિલો જેટલો ઘઉં નો લોટ, 1200 કિલો જેટલી દાળ, 1200 કિલો જેટલા ચોખા અને 500 કિલો ઘી આવે છે અને આ સામગ્રી માંથી રોજ ભોજન બનાવાય છે. દરરોજ 400 કિલો લાકડા અને 100 Lpg સિલિન્ડર વપરાય છે. દરરોજ 400 જેટલા સ્વયં સેવકો ત્યાં શાક સમારવા માટે અને વાસણ ધોવા માટે ભોજન પીરસવા માટે ખડે પગે હજાર રહે છે.

લંગર ના રસોડા માં મોટા મોટા તપેલા અને વાસણો છે જ્યાં એકી સાથે હજારો માણસો નું રસોઈ બનાવી શકાય આવા ઘણા વાસણો તથા રોટલી બનવાના મશીન પણ છે જેમાં 4000 જેટલી રોટલી 1 કલાક માં બની જાય છે. સ્ત્રી સેવકો પણ સાથે 2000 જેટલી રોટલી 1 કલાક માં બનાવે છે.

અહીંયા જે વાસણો વપરાય છે તે જુદીજુદી 3 ટીમ ઘ્વારા સાફ કરવા માં આવે છે જેથી હજારો સ્ટીલ ની થાળી વાડકી ચમચી ઓ ચોખ્ખી જ હોય છે રોજ ધોવાય છે.

આ લંગર રોજ સવારે 8 વાગે ચાલુ થાય છે અને મોડી રાત સુધી ચાલુ જ રહે છે. અહીંયા સ્વયં સેવકો પણ મોડી રાત સુધી સેવા માં જાતે જ ઉભા રહી છે.

અહીંયા ગરીબ હોય કે અમીર બધા ને એક જ લાઈન માં બેસાડી ને ભોજન આપવા માં આવે છે. આખી દુનિયા માંથી શ્રધ્ધાળુ ઓ લંગર ની મુલાકાતે આવે છે. અને જે તેઓ દાન કરે છે. તેમાથી લંગર નો ખર્ચ નીકળી જાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top