Tokyo Olympics થી આવ્યા ગૌરવ વધારનારા સમાચાર, નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ

ભારતના સ્ટાર ભાલાફેંક એથ્લેટ નીરજ ચોપરાએ ઈતિહાસ રચ્યો છે. નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિક્સમાં જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. તેની સાથે જ તે ટ્રેક એન્ડ ફિલ્ડમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનાર ભારતનો પ્રથમ એથ્લેટ બની ગયા છે. જ્યારે ઓલિમ્પિક્સમાં વ્યક્તિગત ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારો ભારતનો આ બીજો એથ્લેટ છે. નીરજ અગાઉ શૂટર અભિનવ બિન્દ્રાએ 2008 બેઈજિંગ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

ફાઈનલમાં નીરજ ચોપરાએ પ્રથમ પ્રયત્નમાં જ 87.03 મીટર સાથે શાનદાર શરૂઆત કરી હતી. જ્યારે જર્મનીના સ્ટાર જોહાનીસ વેટ્ટર દ્વારા 82.52 મીટર દૂર ભાલો ફેંકવામાં આવ્યો હતો. પ્રથમ પ્રયત્નના અંતમાં નીરજ ચોપરા પ્રથમ સ્થાન પર રહ્યા હતા. જ્યારે જર્મનીનો જૂલિયન વેબર 85.30 મીટર સાથે બીજા સ્થાન પર રહ્યો હતો. પાકિસ્તાનનો અર્શદ નદીમ 82.05 મીટર સાથે પાંચમાં સ્થાન પર રહ્યો હતો.

બીજા થ્રોમાં તો નીરજે વધુ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તેણે 87.58 મીટરનો થ્રો કરીને પોતાનું પ્રથમ સ્થાન જવા દીધું નહોતું. જ્યારે જર્મન સ્ટાર વેટ્ટર દ્વારા બીજા પ્રયત્નમાં ફાઉલ થયું હતું. તે મેદાન પર પડી ગયો હતો અને તેને પીડા પણ થવા લાગી હતી. બીજા રાઉન્ડના અંતે પણ નીરજ ટોપ પર રહ્યો હતો. વેબર બીજા અને ચેક રિપબ્લિકનો જાકુબ વેડલેચ 83.98 મીટર સાથે ત્રીજા સ્થાન પર રહ્યો હતો.

ત્રીજા પ્રયત્નમાં નીરજ 80 મીટરનો આંક પણ પાર કરી શક્યો નહતો. ત્રીજા પ્રયત્નમાં તેણે 76.79 મીટર થ્રો કર્યો હતો. તેમ છતાં, પોતાના શ્રેષ્ઠ 87.58 મીટરના થ્રો સાથે તેણે પ્રથમ સ્થાન બનાવી રાખ્યું હતું. તેમ છતાં ચેક રિપબ્લિકનો વેસેલી વિટેઝસ્લાવ ત્રીજા પ્રયાસમાં 85.44 મીટરના થ્રો સાથે બીજા સ્થાને આવી ગયો હતો. નીરજનો ચોથો અને પાંચમો પ્રયત્ન ફાઉલ રહ્યો હતો તેમ છતાં તે ટોચના સ્થાન પર રહ્યો હતો.

Scroll to Top