આલિયા ભટ્ટની ભાવિ સાસુ મનાવી રહી છે ગર્લ ગેંગ સાથે વેકેશન, શેર કરી અદભૂત તસવીરો

ઋષિ કપૂરના ગયા પછી નીતુ કપૂર સંપૂર્ણપણે ભાંગી પડી હતી. પરંતુ તેણે માત્ર પોતાનું ધ્યાન જ ન રાખ્યું, પરંતુ આખા પરિવારને પણ સાથે લઈને ચાલી. નીતુ કપૂરના બંને બાળકો – દીકરો રણબીર કપૂર અને દીકરી રિદ્ધિમા હાલમાં પોતપોતાના જીવન અને કારકિર્દીમાં વ્યસ્ત છે. અને નીતુ પણ ખુલીને જીવનનો આનંદ માણી રહી છે. 

નીતુ કપૂર હાલમાં તેની ગર્લ ગેંગ સાથે રજાઓ માણી રહી છે, જેની સુંદર તસવીરો તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

નીતુ કપૂરે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વેકેશનની કેટલીક તસવીરો શેર કરી છે અને તેની ટ્રિપને ‘ડિટોક્સ ટ્રિપ’ ગણાવી છે. જોકે, નીતુએ એ નથી જણાવ્યું કે તે ક્યાં રજાઓ ગાળવા ગઈ છે.

એક તસવીરમાં તે યાટ ચલાવતી જોવા મળી રહી છે. નીતુ કપૂર ઘણીવાર તેના મિત્રો અને પરિવાર સાથે પાર્ટી કરતી જોવા મળે છે, જેની તસવીરો તે ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરે છે.

પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો નીતુ કપૂર ફિલ્મ ‘જુગ જુગ જિયો’માં જોવા મળશે. આ ફિલ્મમાં અનિલ કપૂર, વરુણ ધવન અને કિયારા અડવાણી પણ છે. આ ફિલ્મ 24 જૂન 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. 60 વર્ષની ઉંમરે પણ નીતુ કપૂર એ જ સ્ટેમિના સાથે કામ કરી રહી છે જે રીતે તે યંગ ડેઝમાં કરતી હતી. તેની ફિટનેસ બધાને ચોંકાવી દે એવી છે.

 

View this post on Instagram

 

A post shared by anilskapoor (@anilskapoor)

Scroll to Top