IndiaNews

ન તો સોનિયા કે ન રાહુલ, તો કોંગ્રેસ મુખ્યાલય પર કોણે તિરંગો ફરકાવ્યો?

વરિષ્ઠ નેતા અંબિકા સોનીએ સ્વતંત્રતા દિવસના અવસરે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના મુખ્યાલયમાં ત્રિરંગો ફરકાવ્યો હતો. વાસ્તવમાં, પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીના કોરોના વાયરસથી સંક્રમિત થવાના કારણે ધ્વજ ફરકાવા અંગે શંકા હતી. તમને જણાવી દઈએ કે, અગાઉ એવું માનવામાં આવતું હતું કે કોંગ્રેસ નેતા પવન બંસલ મુખ્યાલયમાં તિરંગો ફરકાવી શકે છે. તેમના સિવાય G-23 નેતા ગુલામ નબી આઝાદનું નામ પણ સામે આવ્યું છે.

દેશની રાજધાની દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સોનીએ ધ્વજ ફરકાવ્યો. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને વર્તમાન લોકસભા સાંસદ રાહુલ ગાંધી, ગુલામ નબી આઝાદ, પવન ખેડા, સુપ્રિયા શ્રીનેત સહિત ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા. ખાસ વાત એ છે કે આ પહેલા વાયનાડના સાંસદ રાહુલ પણ કોરોના પોઝિટિવ મળવાને કારણે આઈસોલેશનમાં હતા. આ સિવાય પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પણ કોરોના પોઝિટિવ હોવાના અહેવાલ હતા.

કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ના વરિષ્ઠ સભ્ય એકે એન્ટોની જેવા નેતાઓના નામ પર પણ ચર્ચા ચાલી રહી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એન્ટની હાલ કેરળમાં છે. ખાસ વાત એ છે કે વર્ષ 2020માં જ્યારે કોંગ્રેસના સ્થાપના દિવસ પર રાહુલ અને સોનિયા ગેરહાજર હતા ત્યારે તેમણે પાર્ટીનો ઝંડો ફરકાવ્યો હતો.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker