આનંદીબેન પટેલની આ તસવીરો ક્યારેય નહીં જોઈ હોય, જુઓ

આજના આ લેખ માં આપણે વાત કરવા ના છીએ ગુજરાત ની ex સીએમ આનંદી પટેલ વિશે.ખુબજ ટુંકા ગાળા માટે સીએમ બનેલા આનંદી બેન ખુબજ સરળ સ્વભાવ ના હતા.ખુબજ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતાં આનંદી પટેલ કાર્યકાળ પણ સારું રહ્યું હતું.તો આજે આપણે જાણીશું આનંદી પટેલ ના નંપની કેટલીક યાદગાર વાતો તસવીરો દ્વારા આંનદી બહેન ની પહેલા અને આજની તસવીર,આવી તસવીરો ક્યારેય નહીં જોઈ હોય,જુઓ એક ઝલક.

પેહલાથીજ એક ડેમ સરળ અને સાદું જીવન જીવનાર આંનદી પટેલ ગામડામાં ખેતરમાં કામ કરતા કરતા અભ્યાસ પૂર્ણ કરીને અમદાવાદની મોહિ‌નાબા કન્યા વિદ્યાલયમાં શિક્ષિકાથી માંડીને ભાજપના અદના કાર્યકર રહેલા આનંદીબેન પટેલને મધ્યપ્રદેશના ગર્વનર તરીકે નિયુક્તિ કરવામાં આવ્યા છે.

તેમણે રાજ્યના શિક્ષણમંત્રી, મહેસૂલમંત્રીનો પ્રવાસ ખેડ્યા બાદ ગુજરાતનાં પ્રથમ મહિ‌લા મુખ્યમંત્રી બનવાનું ગૌરવ પણ પ્રાપ્ત કર્યું. તેઓ અભ્યાસકાળથી માંડી પ્રખર વહીવટકર્તા તરીકેનું નામ ધરાવે છે.નરેન્દ્ર મોદીના નજીકના ગણાતા, એક કડક શિક્ષકમાંથી મુખ્યપ્રધાન સુધીની સફર ખેડનાર આનંદીબેન ગુજરાતના પહેલા મહિલા બનવાનું બિરૂદ ધરાવે છે.

આનંદીબેન પટેલની પહેલાની તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય તેની પર એક ઝલક.આનંદીબેન પટેલનો જન્મ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ખરોડ ગામે ૨૧ નવેમ્બર, ૧૯૪૧ના રોજ થયેલો. તેમના પિતા જેઠાભાઈ ખેડૂત હતા.

તેઓ એ ચોથા ધોરણ સુધીનો અભ્યાસ કન્યા શાળામાં કરેલો, પછી કન્યાઓને આગળ અભ્યાસ માટે જિલ્લામાં સગવડ ન હોવાથી કુમાર શાળામાં પ્રવેશ લીધેલો. આ શાળામાં ૭૦૦ કુમાર વિદ્યાર્થીઓ વચ્ચે તેઓ એક માત્ર વિદ્યાર્થીની હતા.

૮માં ધોરણથી તેમને નૂતન સર્વ વિદ્યાલય વિસનગરમાં પ્રવેશ મેળવ્યો. ઍથ્લેટિક્સમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવવા બદલ મહેસાણામાં તેણીને “વીર બાળા” પુરસ્કારથી સન્માનવામાં આવેલાં. તેમને ૧૯૬૦માં એમ.જી.પંચાલ વિજ્ઞાન મહાવિદ્યાલયમાં જોડાયા અને પ્રથમ વર્ષે સમગ્ર મહાવિદ્યાલયમાં તેણી એકમાત્ર વિજ્ઞાનનાં મહિલા વિદ્યાર્થી હતા.

તે પછીથી વિસનગર ખાતે પોતાનો બી.એસ.સી.નો અભ્યાસ પૂર્ણ કર્યો.તેઓએ પોતાની પ્રથમ નોકરી મહિલાઓની ઉન્નતી માટે કાર્યરત એવા મહિલા વિકાસ ગૃહમાં લીધી. તેમની પચાસ કરતાં વધુ વિધવાઓને રોજગારલક્ષી અભ્યાસ કરાવતા હતા.

 

તેમને ૧૯૬૫માં પોતાના પતિ મફતલાલ સાથે અમદાવાદ ખાતે આવ્યા અને વિજ્ઞાનમાં અનુસ્નાતકનાં અભ્યાસક્રમમાં દાખલ થયા.તેમને અમદાવાદ ખાતે પોતાના કુટુંબના બાળકોના અભ્યાસની જવાબદારી સ્વીકારી. તે દિવસોમાં, તેમના અમદાવાદના ઘરે કુટુંબના દસ કરતાં વધુ લોકો રહેતા હતા.

તેમને પોતાનો શિક્ષણશોખ પોષવા માટે બી.એડ.શિક્ષણ સ્નાતકના અભ્યાસક્રમમાં દાખલો લીધો. તેમને એમ.એડ. શિક્ષણ અનુસ્નાતકમાં સુવર્ણ પદક પ્રાપ્ત કરેલો. ૧૯૭૦માં તેમને મોહનીબા કન્યા વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે જોડાયા.તેમને ઉચ્ચ માધ્યમિકનાં વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ગણિત જેવા વિષયોનો અભ્યાસ કરાવતા હતા.

તેમને આ શાળાનાં પ્રધાનાચાર્યપદે નિયુક્તિ પામેલા.આ શાળા સાથે જોડાઈ રહેવા માટે તેમને અન્ય તમામ શાળાઓ તરફથી મળતી નોકરીની તકો જતી કરેલી અને સત્તત ૩૦ વર્ષ સુધી,રાજકિય આગેવાન બન્યા પછી પણ, આ શાળા સાથે જોડાયેલા રહ્યા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top