બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ તેની એક્ટિંગ અને સુંદરતા બંને માટે જાણીતી છે. તે બોલિવૂડની એવી કેટલીક અભિનેત્રીઓમાંની એક છે જે દરેકની સામે પોતાના દિલની વાત કહેવાની હિંમત ધરાવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક ઈન્ટરવ્યુમાં આલિયા ભટ્ટે તેની સેક્સ લાઈફ અને તેની ફેવરિટ સેક્સ પોઝિશન વિશે વાત કરી હતી.
સેક્સ લાઈફ પર વાત કરી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક જૂના ઈન્ટરવ્યુમાં આલિયા ભટ્ટે ખુલાસો કર્યો હતો કે તેની ફેવરિટ સેક્સ પોઝિશન ‘મિશનરી’ છે. આલિયાએ વોગને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાત જણાવી હતી. તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટે 14 એપ્રિલ 2022ના રોજ રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા. બંનેએ નજીકના મિત્રો અને પરિવારજનોની હાજરીમાં રણબીરના ઘરે લગ્ન કર્યા હતા. આ પછી જૂનમાં આલિયાએ સોશિયલ મીડિયા દ્વારા પોતાની પ્રેગ્નન્સીના સમાચાર આપીને બધાને ચોંકાવી દીધા હતા. આલિયા અને રણબીરે 6 નવેમ્બરના રોજ એક સુંદર પુત્રીનું સ્વાગત કર્યું છે. બંનેએ પોતાની દીકરીનું નામ ‘રાહા’ રાખ્યું છે.
View this post on Instagram
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો છેલ્લી વખત બંને અયાન મુખર્જીની મલ્ટિસ્ટારર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં સાથે જોવા મળ્યા હતા. ટૂંક સમયમાં આલિયા કરણ જોહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં રણવીર સિંહ સાથે જોવા મળશે. આ સાથે આલિયાની પહેલી હોલીવુડ ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’ પણ આવતા વર્ષે રિલીઝ થશે. આ સિવાય રણબીર કૂપર ટૂંક સમયમાં જ રશ્મિકા મંદાના સાથે ફિલ્મ ‘એનિમલ’માં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન સંદીપ રેડ્ડી વાંગા કરી રહ્યા છે.