રાજ્યમાં નવા મોટર વ્હિકલ નિયમનો અમલ આજથી ચાલુ, જો હેલ્મેટ નહીં પહેર્યું હોય તો થશે આવો મોટો દંડ..

રાજ્યમાં આજથી ટ્રાફિકનાં નવા નિયમની અમલવારી થવાની છે. ટ્રાફિકનાં નવા નિયમો અંગે રાજ્યના પરિવહન મંત્રી મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યુ હતુ કે, 1 નવેમ્બરથી નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થશે. ટ્રાફિકના નિયમના બદલાયેલા કાયદા મુજબ કડક અમલવારી કરાશે. આજથી રાજ્યમાં મોટર વ્હીકલ એક્ટનો નવો કાયદો લાગુ થવા જઈ રહ્યો છે, ત્યારે જાણો ક્યા નિયમનો ભંગ કરવા બદલ કેટલો દંડ થશે.

વડોદરાની વાત કરીએ તો મોટર વહીકલ એક્ટના નવા નિયમોનું 80 ટકા લોકો પાલન કરતા નજરે પડ્યા હતા. હજુ પણ અનેક વાહન ચાલકો હેલ્મેટ વગર જોવા મળી રહ્યા છે. હેલ્મેટ ન પહેરનાર બહાનાબાજી કરી રહ્યા છે કે, હજુ સુધી ટ્રાફિક પોલીસ દેખાઈ નથી.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

નોંધનીય છે કે, હેલ્મેટ, પીયુસી, એચએસઆરપી માટે 31 ઓક્ટોબર સુધી રાહત આપવામા આવી હતી, જે સમય મર્યાદા આજે પુર્ણ થઈ રહી છે. અમદાવાદમાં રિયાલિટી ચેક કરતા 70 થી 75 ટકા લોકો ટ્રાફિકનાં નિયમો પાળી રહ્યાં છે. જ્યારે હજુ પણ 25 થી 30 ટકા લોકો નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યાં છે.

તમને જણાવી દઈએ કે જો વાહન ચાલક પાસે હેલ્મેટ, PUC, લાયસન્સ, RC બુક અને વીમાના દસ્તાવેજો નહીં હોય તો પોલીસ વિભાગ દ્વારા દંડ ફટકારવામાં આવશે. ટ્રાફિક નિયમનનો અમલ સવારથી જ શરૂ થઈ ગયો છે અને ટ્રાફિક નિયંત્રણ નિયમોનું પાલન નહીં કરનાર સામે દંડનાત્મક કાર્યવાહી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવશે.અને તેમને દંડ ફટકારવામાં આવશે.આપને જણાવી દઈએ કે,DIGI લોકરના દસ્તાવેજો માન્ય ગણવામાં આવશે.જેથી વાહનચાલકો ને પણ રાહત મળી શકે.

આપણે સૌ જાણીએ છીએ કે ગત સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં અચાનક જ નવા ટ્રાફિક રુલ્સ લાગુ પાડવામાં આવ્યા હતા.જેથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.અચાનક નવા ટ્રાફિક રુલ્સ લાદવામાં આવતાં નાગરિકોમાં અફરાતફરી મચી ગઈ હતી. સરકારે લોકોને ઊંઘતા રાખીને લાદી દીધેલા કડક ટ્રાફિકનિયમોના કારણે વાહન સંબંધિત વિવિધ સેન્ટરો પર નાગરિકોની કતારોના દ્રશ્યો સર્જાયા હતા. નોટબંધી વખતે સર્જાયા હતા તેવા દ્રશ્યો એ દિવસોમાં જોવા મળ્યા હતા.જેથી વાહનચાલકો સંકટમાં આવી ગયા હતા.અને ભારે અફળતાફી મચી ગઇ હતી.

તો જાણો ટ્રાફિકના નિયમો અને દંડ શું?

આજથી ટ્રાફિકના નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે.અને દરેક લોકો અમલ કરવા લાગ્યા છે.તમને જણાવી દઈએ કે લાયસન્સ વગર 2 વ્હીલર ચલાવતા પહેલીવાર પકડાશો તો – 500 રૂ.,લાયસન્સ વગર 2 વ્હીલર ચલાવતા બીજીવાર ઝડપાયા તો – 2000 રૂ.

લાયસન્સ વગર 4 વ્હીલર ચલાવતા પહેલીવાર પકડાશો તો – 500 રૂ.,લાયસન્સ વગર 4 વ્હીલર ચલાવતા બીજીવાર પકડાશો તો – 3000 રૂ.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે વીમા વગર વાહન ચલાવતા પહેલીવાર પકડાયા તો  – 500 રૂ.
વીમા વગર વાહન ચલાવતા બીજીવાર પકડાયા તો – 1000 રૂ.આમ વીમા વગર પણ તમે વાહન ચલાવી શકશો નહીં.

આ સિવાય તમે RC બુક વગર વાહન ચલાવતા પહેલીવાર ઝડપાયા તો – 500 રૂ. RC બુક વગર વાહન ચલાવતા બીજીવાર ઝડપાયા તો – 1000 રૂ.જેથી તમે RC બુક વગર પણ વાહન નહીં ચલાવી શકો.

આ ઉપરાંત જો તમે PUC વગર વાહન ચલાવતા પ્રથમવાર ઝડપાયા તો – 500 રૂ. PUC વગર વાહન ચલાવતા બીજીવાર ઝડપાયા તો – 1000 રૂ.હેથી તમારે વાહનમાં પીયૂસી કઢાવવુ જ પડશે.

આ ઉપરાંત તમારે આ નિયમનું પણ પાલન કરવું પડશે જે અડચણરૂપ પાર્કિંગમાં વાહન પ્રથમવાર પકડાયું તો – 500 રૂ. અડચણરૂપ પાર્કિંગમાં વાહન બીજીવાર પકડાયું તો – 1000 રૂ.જેથી તમારે તમારું વાહન પાર્કિંગમાં જ મૂકવું પડશે.

આ ઉપરાંત તમે તમારા કાર માં પણ કોઈ ફિલ્મ લગાવી શકશો નહીં,કારના કાચ પર ડાર્ક ફિલ્મ સાથે પહેલીવાર પકડાવ તો – 500 રૂ.કારના કાચ પર ડાર્ક ફિલ્મ સાથે બીજીવાર પકડાવ તો – 1000 રૂ.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે હેલ્મેટ વગર વાહન ચલાવતા પહેલીવાર પકડાયા તો – 500 રૂ.
હેલ્મેટ વગર વાહન ચલાવતા બીજીવાર પકડાયા તો – 500 રૂ.જેથી તમારે હેલ્મેટ પહેરવું જ પડશે.

આ સિવાય તમારે કાર નો સીટ બેલ્ટ પણ ચોક્કસ પણે બધાવો પડશે,સીટ બેલ્ટ બાંધ્યા વગર પહેલીવાર પકડાયા તો – 100 રૂ. સીટ બેલ્ટ બાંધ્યા વગર બીજીવાર પકડાયા તો – 500 રૂ.

ત્રિપલ સવારીમાં પકડાશો તો – 100 રૂ.થ્રી વ્હીલરમાં ભયજનક ડ્રાઈવિંગ કરતા પકડાયા તો – 1500 રૂ.

ભયજનક રીતે કાર ચલાવતા પકડાયા તો – 3000 રૂ. ભયજનક રીતે ભારે વાહન ચલાવતા પકડાયા તો – 5000 રૂ. ઓવર સ્પીડમાં ટૂ વ્હીલર ચલાવતા પ્રથમવાર પકડાયા તો – 1500 રૂ.ઓવર સ્પીડમાં ટૂ વ્હીલર ચલાવતા બીજીવાર પકડાયા તો – 2000 રૂ.

ઓવર સ્પીડમાં કાર ચલાવતા પ્રથમવાર પકડાયા તો – 2000 રૂ ઓવર સ્પીડમાં કાર ચલાવતા બીજીવાર પકડાયા તો – 3000 રૂ. ઓવર સ્પીડમાં ભારે વાહન ચલાવતા પ્રથમવાર પકડાયા તો – 3000 રૂ.ઓવર સ્પીડમાં ભારે વાહન ચલાવતા બીજીવાર પકડાયા તો – લાયસન્સ રદ.આમ તમે ઓવરસ્પીડ વાહન પણ નહીં ચલાવી શકો.

રજિસ્ટ્રેશન વગર 2 વ્હીલર ચલાવતા પ્રથમવાર પકડાયા તો – 500 રૂ.રજિસ્ટ્રેશન વગર 2 વ્હીલર ચલાવતા બીજીવાર પકડાયા તો – 1000 રૂ. રજિસ્ટ્રેશન વગર 3 વ્હીલર ચલાવતા પ્રથમવાર પકડાયા તો – 1000 રૂ.રજિસ્ટ્રેશન વગર 3 વ્હીલર ચલાવતા બીજીવાર પકડાયા તો – 2000 રૂ.રજિસ્ટ્રેશન વગર 4 વ્હીલર ચલાવતા પ્રથમવાર પકડાયા તો – 2000 રૂ.રજિસ્ટ્રેશન વગર 4 વ્હીલર ચલાવતા બીજીવાર પકડાયા તો – 3000 રૂ.

શારીરિક-માનસિક ક્ષમતા વીના 3 વ્હીલર ચલાવતા પકડાયા તો – 500 રૂ.શારીરિક-માનસિક ક્ષમતા વીના 4 વ્હીલર ચલાવતા પકડાયા તો – 5000 રૂ.

પ્રદૂષણયુક્ત 2-4 વ્હીલર ચલાવતા પકડાયા તો – 1000 રૂ પ્રદૂષણયુક્ત ભારે વાહન ચલાવતા પ્રથમવાર પકડાયા તો – 1000 રૂ.આ ઉપરાંત તમે પ્રદૂષણયુક્ત વાહન પણ નહીં ચલાવી શકો,પ્રદૂષણયુક્ત ભારે વાહન ચલાવતા બીજીવાર પકડાયા તો – 3000 રૂ.

આ ઉપરાંત તમારે આ નિયમનું પણ ચોક્કસ પણે પાલન કરવું પડશે.ઈમરજન્સીમાં વાહનને પ્રથમવાર સાઈડ ન આપી તો  – 100 રૂ.ઈમરજન્સીમાં વાહનને બીજીવાર સાઈડ ન આપી તો  – 5000 રૂ.

આમ આજથી આ બધા જ નિયમોનું વાહનચાલકો એ પાલન કરવું પડશે નહીતો ઉપર બતાવ્યા અનુસાર તમને દંડ ફટકારવામાં આવશે જેની તમારે નોંધ લેવી જોઈએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top