ક્રિકેટમાં દરરોજ એક નવો રેકોર્ડ બને છે. 19 સપ્ટેમ્બર 2007નો દિવસ ભાગ્યે જ કોઈ ભારતીય ભૂલી ગયો હશે. આ દિવસે ભારત અને ઈંગ્લેન્ડ ટી-20 વર્લ્ડ કપ મેચ ચાલી રહી હતી અને યુવરાજ સિંહે સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી. ક્રિકેટ ચાહકો તે ક્ષણ ક્યારેય ભૂલી શકતા નથી. અહીં વધુ એક ચોંકાવનારો રેકોર્ડ બન્યો છે. નેપાળ પ્રો ક્લબ ચેમ્પિયનશિપ 2022ની એક મેચમાં 6 બોલમાં 6 વિકેટ પડી ગઇ હતી. તેમાં હેટ્રિકનો પણ સમાવેશ થાય છે. આ સિદ્ધિ હાંસલ કરનાર બોલર ડાબોડી સ્પિનર વિરનદીપ સિંહ છે.
આ ઓવરમાં ડાબોડી સ્પિનર વિરનદીપ સિંહે 5 વિકેટ ઝડપી હતી. તેમાં હેટ્રિકનો પણ સમાવેશ થાય છે. આ પ્રકારના કિસ્સા મેદાનમાં ભાગ્યે જ જોવા મળે છે. મલેશિયાના વીરનદીપ સિંહે આ સાથે ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. તે 29 ટી-20 ઈન્ટરનેશનલ મેચ પણ રમી ચૂક્યો છે.
નેપાળ પ્રો-ક્લબ ચેમ્પિયનશિપ મેચો રમાઈ રહી છે. બુધવારે મલેશિયા ક્લબ ઈલેવન અને પુશ સ્પોર્ટ્સ દિલ્હી વચ્ચે મેચ ચાલી રહી હતી. આ મેચમાં 6 બોલમાં 6 વિકેટ પડી હતી. આ ઓવરમાં ડાબોડી સ્પિનર વિરનદીપ સિંહે 5 વિકેટ ઝડપી હતી. તેમાં હેટ્રિકનો પણ સમાવેશ થાય છે. આવો રેકોર્ડ મેદાન પર ભાગ્યે જ જોવા મળે છે. ખાસ કરીને બોલિંગમાં હેટ્રિક રેકોર્ડ કરવી થોડી મુશ્કેલ છે. મલેશિયાના વીરનદીપ સિંહે આ સાથે ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે.
6️⃣ wickets in 6️⃣ balls – have you ever seen it before?! 🤯
Five wickets for Malaysia XI's Virandeep Singh plus a run-out in the final over against Push Sports Delhi in the Nepal Pro Club Championship 🔥 pic.twitter.com/eBTrlNwLuY
— ESPNcricinfo (@ESPNcricinfo) April 12, 2022
મલેશિયા XI ને મળી જીત
પ્રથમ બેટિંગ કરતા પુશ સ્પોર્ટ્સ દિલ્હીએ મેચમાં 9 વિકેટે 132 રન બનાવ્યા હતા. કેપ્ટન મૃગાંક પાઠકે સૌથી વધુ 39 રન બનાવ્યા હતા. તેણે 27 બોલનો સામનો કર્યો હતો. 2 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. મયંક ગુપ્તાએ પણ 33 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મલેશિયા-11એ 17.3 ઓવરમાં 3 વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. કેપ્ટન અહેમદ ફૈઝે અણનમ 39 રન બનાવ્યા હતા. 32 બોલનો સામનો કર્યો હતો. તેણે 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. વીરનદીપ સિંહે પણ ઓપનર તરીકે 33 રન બનાવ્યા હતા. તેણે 19 બોલનો સામનો કર્યો હતો. 4 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.
WORLD RECORD! Six wickets in six balls! https://t.co/rmY2S24Dz0
— Rasheed Kappan (@kappansky) April 13, 2022
23 વર્ષીય વિરનદીપ સિંહે મલેશિયા માટે 23 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. તેણે 35ની એવરેજથી 5 વિકેટ લીધી છે. તેની ઇકોનોમી 8 થી વધુ છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 15 રનમાં 2 વિકેટ છે. આ સાથે જ તેણે 30ની એવરેજથી 800 રન પણ બનાવ્યા છે. 4 અડધી સદી ફટકારી હતી. 87 રનની સર્વોચ્ચ ઇનિંગ્સ. સ્ટ્રાઈક રેટ 114 છે. તેણે 75 ચોગ્ગા અને 26 છગ્ગા ફટકાર્યા છે.