સુહાગરાતના સપનાં જોઈ રહેલા પતિના દૂધમાં ઊંઘની ગોળી આપી પત્નીએ કર્યો મોટો કાંડ

ઉત્તર પ્રદેશના કાનપુરથી આશ્ચર્યચકિત કરનારી ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશમાં નવી નવેલી દુલ્હનની આશ્ચર્યચકિત કરનારી હરકત સામે આવી છે. જેને સાંભળીને આખું ગામ આશ્ચર્યચકિત થઈ ગયું હતું. દુલ્હને સુહાગરાતના દિવસે એવું કર્યું કે, તેના કારણે પતિના હોશ ઉડી ગયા હતા. સુહાગરાતના દિવસે જ દુલ્હને પતિને દૂધમાં ઊંઘની ગોળી પીવડાવી દીધી હતી. પતિ દૂધ પીધા બાદ ગાઢ નિંદ્રામાં સુઈ ગયો હતો. જ્યારે તેની આંખ ખુલી તો રૂમની તીજોરીનો સામાન વિખેરાયેલો જોવા મળ્યો હતો. ત્યારબાદ જાણવા મળ્યું કે, દુલ્હન 25,000 રૂપિયા રોકડા અને લગભગ ત્રણ લાખના ઘરેણાં લઈને ભાગી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, રસૂલાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના નિવાદા ગામમાં રહેનારા ધીરજ સિંહ પિતાની સાથે ખેતી કામનું કામ કરે છે. ધીરજસિંહના લગ્ન મુંડરવા તાલુકાના એક ગામમાં ખેડૂતની પુત્રી સાથે નક્કી કરવામાં આવ્યા હતા. ધીરજ સિંહ 25 જૂનના રોક જાન લઈને ગયા હતા. જ્યારે 27 જૂનના દુલ્હનને વિદાય આપવામાં આવી હતી. બાદમાં દુલ્હન સુહાગરાતના જ દિવસે રોકડા અને દાગીના લઈને ફરાર થઈ હતી.

સુહાગરાતના સપનાં જોઇ રહેલા પતિને જ્યારે પત્નીએ દૂધનો ગ્લાસ હાથમાં આપ્યો ત્યારે તેને જાણ નહોતી કે, જેને પોતાની પત્ની માનીને પ્રેમ સમજી રહ્યો છે તે યુવતી મોટો છડયંત્ર કરવાની તૈયારીઓ કરી રહી છે. ઊંઘની ગોળીની અસરના કારણે પતિની ઊંઘ સીધી બીજા દિવસની સવારના લગભગ ચાર વાગ્યે ખુલી તો તેણે જોયું કે, રૂમમાં સામાન વેરવિખેર પડેલો છે. જ્યારે તીજોરી પણ ખુલેલી હતી. તેની પત્ની પણ ગુમ હતી. તેની સાથે એ પણ જાણવા મળ્યું છે કે, તીજોરીમાં રહેલા અડધા દાગીના મોટી બહેનના હતા.

જ્યારે ધીરજ અને તેનો પરિવાર દુલ્હનની શોધમાં લાગી ગયા હતા. દુલ્હનનો ફોન પણ સ્વીચ આવી રહ્યો હતો. ત્યાર બાદ ધીરજે પત્નીના માતા-પિતાનો સંપર્ક કર્યો તો તેમણે આ અંગે જાણ ન હોવાનું કહ્યું હતું. ધીરજનું આ બાબતમાં કહેવું છે કે, મંગળવાર રાત્રીના અલગ અલગ નંબરોથી બે કોલ આવેલા હતા.

આવેલ કોલમાં જાણવા મળ્યું છે કે, કોલ ઉપર રહેલા વ્યક્તિ પત્નીના મામા જાણવા મળ્યા હતા. લાંબી વાતચીત કરીને હાલચાલ પણ પૂછ્યા હતા. પછી પત્ની દૂધ લઈને આવી હતી અને તેણે દૂધ પીધું હતું. પીડિત પરિવાર દુલ્હનની શોધ કરતો રહ્યો પરંતુ તેની કોઈ જાણકારી મળી નહોતી. પીડિત પરિવાર દ્વારા રસૂલાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બાબતમાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

Scroll to Top