જીવનમાં ક્યારેક એવી ઘટનાઓ બને છે, જેની વ્યક્તિ ક્યારેય કલ્પના પણ નથી કરવા માંગતો. આવી જ એક ઘટના સ્કોટલેન્ડમાં જોવા મળી હતી. અહીં કંઈક એવું બન્યું કે એક નવપરિણીત યુગલે જેલમાં હનીમૂન વિતાવવું પડ્યું.
માતા પર કર્યો હુમલો
અહેવાલો અનુસાર, 26 વર્ષીય દુલ્હન ક્લેર ગુડબ્રાન્ડે સ્કોટલેન્ડના વેસ્ટ લોથિયનમાં બાથગેટ ખાતે રિસેપ્શન દરમિયાન તેની પોતાની માતા ચેરી-એન લિન્ડસે પર હુમલો કર્યો હતો. આ પછી દુલ્હન, વરરાજા અને બેસ્ટમેનને જેલમાં ધકેલી દેવામાં આવ્યા.
વરરાજા અને બેસ્ટમેન પણ સામેલ
આ વિવાદમાં વરરાજા ઇમોન ગુડબ્રાન્ડ અને તેના ભાઈઓ કિરન અને બેસ્ટ મેન સામેલ થયા હતા. તેમણે લગ્નના મહેમાન ડેવિડ બોયડ પર હિંસક હુમલો કર્યો અને તેને ગંભીર ઇજા પહોંચાડી. વિવાદ બાદ પોલીસ આવી ત્યાં સુધીમાં બેસ્ટ મેને અન્ય એક વ્યક્તિ પર હુમલો કરી તેને ઇજા પહોંચાડી હતી.
કસ્ટડીમાં રહેવું પડ્યું
આ પછી, લગ્નના રિસેપ્શનમાં વિવાદમાં સામેલ ત્રણેય લોકોને કોર્ટમાં હાજર થતાં પહેલા જેલમાં જ કસ્ટડીમાં રહેવું પડ્યું હતું. આ દરમિયાન ક્લેર તેના વેડિંગ ડ્રેસમાં હતી. જ્યારે, વર અને બેસ્ટ મેને જેલના કપડાં પહેર્યા હતા. જોકે, તેમણે પગમાં લગ્નના શૂઝ પહેર્યા હતા. આખરે ત્રણેયને મુક્ત કરવામાં આવ્યા.
દોષિત ઠેરવવામાં આવ્યા
આ પછી પોલીસે ઘટનાસ્થળના CCTV ફૂટેજની સમીક્ષાના આધારે આરોપીને લિવિંગસ્ટન શેરિફ કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં ક્લેર ગુડબ્રાન્ડને તેની માતાને નુકસાન પહોંચાડવા બદલ દોષી ઠેરવવામાં આવી હતી. ડેવિડ બોયડને મારવા માટે ઈમોન અને કિરનને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.