ઓલાએ તેનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. કંપનીએ તેને બે વેરિયંટ S1 અને S1 Pro માં રજૂ કર્યો છે. ઓલાએ તેના ઇલેક્ટ્રિક સ્કૂટરની પહેલા જ બુકિંગ ખોલ્યું હતું. જેને તમે માત્ર 499 રૂપિયામાં સરળતાથી બુક કરી શકો છો. જયારે Ola Electric Scooter S1 ની એક્સ-શોરૂમ કિંમત 99,999 રૂપિયા છે અને તેના S1 pro વેરિએન્ટની કિંમત 129,999 રૂપિયા છે. આ સાથે જ ઘણી બેન્કો આ સ્કૂટરને EMI વિકલ્પ પર ખરીદવાની તક આપી રહી છે. જેને તમે ફક્ત 2,999 રૂપિયાની EMI પર સરળતાથી ખરીદી શકો છો.
ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર પર મળશે Fame II સબસિડીનો લાભ – છેલ્લા કેટલાક દિવસો પહેલા જ ઘણા રાજ્યોએ ફેમ -2 સબસિડી આપવાની જાહેરાત કરી છે. જેના કારણે તમે આ સ્કૂટર 10 હજારથી 15 હજાર રૂપિયા સુધી સસ્તું મળી શકે છે. આવી સ્થિતિમાં, જો તમે આ સ્કૂટર ગુજરાતમાં ખરીદવા માંગતા હો, તો અહીં તમને S1 વેરિએન્ટ માત્ર 79,999 રૂપિયામાં અને S1 pro 109,999 રૂપિયામાં મળશે.
કીલેસ એક્સપિરિયન્સ વાળું પહેલું સ્કૂટર – OLA Electric Scooter માં પહેલીવાર તમને ‘કીલેસ એક્સપિરિયન્સ’ મળશે જેનો અર્થ છે કે સ્માર્ટફોન પર એક એપ્લીકેશનની મદદથી ચાવી વગર સ્કૂટર શરૂ કરી શકાય છે. કંપનીનો દાવો છે કે સ્કૂટરને બેસ્ટ-ઇન-સેગમેન્ટ બુટ સ્પેસ મળશે.
ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરને મળશે ‘રિવર્સ મોડ’ ફીચર – Ola Electric Scooter માં એક અનોખી સુવિધા હશે અને તે ફીચર છે “રિવર્સ મોડ”. આ સુવિધામાં તમે ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર S1 ને સરળતાથી બેઠા બેઠા જ રિવર્સ પણ કરી શકો છો. આ પહેલા આ વિકલ્પ અન્ય કોઇ સ્કૂટરમાં જોવા મળ્યું નથી.
S1 ઇલેક્ટ્રિક સ્કૂટરને મળશે બિલ્ટ-ઇન સ્પીકર્સ – ઓલા S1 ઇલેક્ટ્રિક સ્કૂટર બિલ્ટ-ઇન સ્પીકર્સ સાથે આવશે. જેનો ઉપયોગ સંગીત વગાડવા માટે પણ થઈ શકે છે. આ સ્પીકર યુઝરોને ફોન કોલ્સ લેવાની પણ સુવિધા આપે છે. બીજી બાજુ, આ સ્કૂટરમાં બુટ સ્પેસ વિશે વાત કરવામાં આવે તો, તમે તેમાં સીટની નીચે સરળતાથી બે હેલ્મેટ રાખી શકો છો.