ન્યુઝીલેન્ડમાં રહેતા કોલિન અને ડોના એ તેમના બગીચામાંથી નીંદણ કાઢી રહ્યા હતા. કોલિનનો પાવડો માટીમાં દટાયેલી કઠણ વસ્તુને અથડાયો. કોલિન અને ડોનાએ ખોદવાનું શરૂ કર્યું અને તેમને એક મોટા બોલ જેવું કંઈક મળ્યું.
કોલિને ગાર્ડન ફોર્કની મદદથી બોલ આકારની વસ્તુની છાલ કાઢી અને તેનો સ્વાદ ચાખ્યો. કોલિન ને ત્યારે આશ્ચર્ય થયું કે જ્યારે તેને આ વિચિત્ર વસ્તુ માંથી બટેટાંનો સ્વાદ આવ્યો. પરંતુ આ બટાટાનો આકાર કોલિન અને ડોના તેમની બગીચામાં મળી આવતા બટાટા જેવો ન હતો.
8 કિલો વજન : કોલિન અને ડોનાએ તેમના ગેરેજમાંથી જૂનો વજનકાંટો કાઢ્યો અને બટાકાનું વજન કર્યું. તેને બીજો જટકો ત્યારે લાગ્યો જ્યારે બટાકાનું વજન 7.9 કિલો બહાર આવ્યું. તે એક નાના કૂતરાના વજન જેટલું હતું. ન્યુઝિલેન્ડ ના હેમિલ્ટન શહેરમાં આ આ બટેટુ એક સેલિબ્રિટી બની ગયું છે. દંપતી એ તેનું નામ Doug રાખ્યું છે અને તેને આમ-તેમ લઈ જવા માટે એક નાની ગાડી પણ બનાવી છે.
કોલિને કહ્યું, “અમે તેને ટોપી પહેરાવી છે અને તેને ફરવા પણ લઈ જઈએ છીએ. અમે ફેસબુક પર Dougની તસવીર પણ શેર કરી છે. 2011માં બ્રિટનના 5 કિલોના બટાટાને વિશ્વના સૌથી મોટા બટાકાનો ખિતાબ મળ્યો હતો. Doug ના વજને આ રેકોર્ડ તોડી નાખ્યો છે.
કોલિન અને ડોનાએ Doug નું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવવા માટે અરજી મોકલી છે. અત્યાર સુધીમાં તેમની તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો. પરંતુ બધા જાણે છે કે આ બટાટા ના નામે જ વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે.