ભાવનગર ના અંધ યુવાન ને કપરા સમય મા નોકરી અપાવી

કેહવાય છે કે આ કળિયુગ મા પોતાનો સગો ભાઈ પણ આપની મદદ નથી કરતો ત્યારે એવા સંજોગો મા કોઈક બાર નું અજાણ્યું માણસ આપની મદદ કરવા ઊભા રહે તો આશ્ચર્ય થતાં વાર ના લાગે. આવુજ કઈક ભાવનગર ના એક અંધ યુવક જોડે થયું છે. સાગર નામ ના અંધ યુવાન ભાવનગર ના અંધજન મંડળ મા અગરબત્તી બનાવી ને પોતાનુ ગુજરાન ચલાવતા હતા.

અંધજન મંડળ સાગરભાઈ પાસેથી અગરબત્તી ખરીદતા અને મહિના ૫ હજાર મળતા. પરંતુ કોરોના ના લોકડાઉન ના લિધે અગરબત્તી નુ વેચાણ બંધ થઈ ગયુ. અંધજન મંડળ ની દુકાન પણ મ્યુનિસિપલ પાર્ટી દ્વારા બંધ કરી દેવામાં આવી હતી. આવા કપરા સમય મા એક અંધ યુવાન પાસે બીજો કોઈ વિકલ્પ ના હતો. સાગરભાઈ હિમ્મત હારી ચૂક્યા હતા. એવા મા ભાવનગર મા ચાલતા “હેલ્પ-ઈટ ફાઉંડેશન” (Help It Foundation) જેમના સ્થાપક દર્શકભાઈ રાઠોડ અને એના મિત્ર પ્રિન્સ ત્રિવેદી ને આ વાત ની જાણ થતા જ સાગરભાઈ ની મદદ કરવા પોહચી ગયા હતા.

દર્શકભાઈ રાઠોડ પોતાની યૂટ્યૂબ ચેનલ ના માધ્યમ થી લોકો ની મદદ કરે છે અને લોકો ને જાગૃત થવા ની પ્રેરણા આપે છે. સાગરભાઈ નો એક વિડિયો યૂટ્યૂબપર અપલોડ કરી ને ભાવનગર મા સાગરભાઈ ને લગતી નૌકરી માટે વિનંતી કરી. સાગરભાઈ ને ઇલેક્ટ્રિક કામ આવડે છે. તે રેપઈરીંગ પણ કરી લે છે. એવામાં જ કોઈક એ દર્શકભાઈ ને સાગર ભાઈ માટે નૌકરી છે એવી જાણ કરી. અને હાલ સાગરભાઈ ને BSNL ભાવનગર મા કોન્ટ્રાક્ટ બેસ્ડ પર નૌકરી મળી ગઈ છે. સાગરભાઈ અત્યારે ડેટાએન્ટ્રી અને ઇલેક્ટ્રિક રેપઈરિંગ કામ કરે છે. અને સારું એવું પગાર પણ મળે છે.

આજકાલ ના યુવાન આડાઅવળે રસ્તે ચડી ને અને વ્યસન મા પોતાની યુવાની ગુમાવી બેસે છે. એવા મા દર્શકભાઈ રાઠોડ જેવા નવ યૌવન આવા સારા કામ અને લોકો ની મદદ કરવાનું વિચારીને એક આદર્શ વ્યક્તિ ની છાપ ઊભી કરી છે. દર્શકભાઈ રાઠોડ હાલ ફેસબૂક અને યૂટ્યૂબ મા વિડિયો અપલોડ કરી ને લોકો ની મદદ કરે છે. તેમની ચેનલ નું નામ ‘Help It Foundation’ કરી ને છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top