GujaratNews

રાજ્યના 18 શહેરોમાં રાત્રી કર્ફ્યુનો રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી, લગ્ન પ્રસંગને લઈને લેવાયો આ નિર્ણય

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કોર કમિટિમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.
રાજ્યની આઠ મહાનગરપાલિકા અને વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ અને ગાંધીનગર એમ કુલ ૧૮ શહેરોમાં રાત્રી કર્ફ્યુ સહિતના નિયંત્રણો ચાલુ રાખવામાં આવ્યા છે.

આ 18 શહેરોમાં રાત્રી કર્ફ્યુનો સમય એક કલાક ઘટાડીને રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. આ 18 શહેરોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામને આગામી 30 જૂન સુધીમાં વેક્સિન ફરજિયાત લેવી પડશે.

રાજ્યના આ સિવાયના તમામ વિસ્તારોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી 10 જુલાઇ સુધીમાં વેક્સિન ફરજિયાત લેવી પડશે. આ 18 શહેરોમાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ રાત્રીના 9 વાગ્યા સુધી 60 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. તેના સિવાય હોમ ડિલેવરી રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. આ 18 શહેરોમાં વ્યવસાયિક એકમો રાત્રીના 9 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે.

તેના સિવાય લગ્ન પ્રસંગમાં પણ 100 લોકો સુધી હાજર રહી શકશે. જ્યારે અંતિમક્રિયા અને દફનવિધિમાં 40 લોકોને છૂટ આપવામાં આવી છે. સામાજિક- રાજકીય પ્રસંગો અને ધાર્મિક સ્થાનો પર હોલની ક્ષમતાના 50 ટકા અને મહત્તમ 200 લોકો હાજર રહી શકશે. વાંચનાલયોની ક્ષમતાના 60 ટકાને મંજૂરી આપવામાં આવી છે.

GSRTCની બસોમાં 75 ટકાની ક્ષમતા સાથે છૂટ આપવામાં આવી છે. પાર્ક-ગાર્ડન રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. રાજ્યના સીનેમા ઘરો, મલ્ટીપ્લેક્ષ, ઓડિટોરિયમ 50 ટકાની ક્ષમતા સાથે ખુલ્લા રાખી શકાશે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker