રાજ્ય સરકાર સહિત સમગ્ર દેશ અત્યારે કોરોનાની ત્રીજી લહેરને ચિંતાઓ છવાઈ રહી છે. જ્યારે આ દરમિયાન રાજ્યમાં કોરોનાનો કહેર શાંત પડ્યો છે જેના કારણે આ અગાઉ લગાવવામાં આવેલ પ્રતિબંધો હળવા કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વિચારણા કરાઈ રહી છે.
સૂત્રો અનુસાર સામે આવ્યું છે કે, કોરોનાની લહેરને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકાર રાત્રિ કર્ફ્યૂ દુર કરશે નહીં પરંતુ 26 મી ના રોજ રાત્રિના 9 કલાકથી શરૂ થાય છે એ રાત્રિના 10 કલાક સુધીનો હોઈ શકે છે. આ સિવાય સ્વિમિંગ પૂલ પણ ખૂલવાની શક્યતા રહેલી છે. આ બાબતમાં સરકાર દ્વારા બે-ચાર દિવસમાં જ સત્તાવાર જાહેરાત કરાઈ શકે છે.
રાજ્ય સરકાર દ્વારા કોરોનાના કહેરને જોતા 11 જૂનથી 26 મી સવારના 6 કલાક સુધી વિવિધ નિયંત્રણો લગાવવામાં આવ્યા હતા. આ નિયંત્રણોમાં ખાસ વાત એ હતી કે, હોટલ-રેસ્ટોરન્ટને સવારે 9 થી સાંજે 7 કલાક સુધી 50 ટકા બેસવાની ક્ષમતા સાથે તેમજ ટેકઅવે રાત્રે 9 સુધી અને હોમ ડિલિવરી રાત્રે 12 કલાક સુધી કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જયારે રાત્રિ કર્ફ્યૂ રાત્રિના 9 થી સવારે 6 કલાક સુધીનો રાખવામાં આવ્યું હતું.
કોરોના ફેલાવવામાં રાત્રિ બેઠકો અને રાત્રિ દરમિયાનની હલચલ માસ સ્પ્રેન્ડિંગ માટે વધારે જવાબદાર હોવાના તબીબોનાં મંતવ્યો સરકારને જણાવ્યા હતા. જેના કારણે જ્યાં સુધી કોરોનાની ત્રીજી લહેર ના આવે ત્યાં સુધી રાત્રિ કર્ફયૂના કલાકો વધુ ઘટી શકશે નહીં. તેમ છતાં કર્ફયૂમુકત રાત્રિ થાય એવા કોઇ સંજોગો પણ દેખાઈ રહ્યા નથી.