નસીમ નામના માણસ પાસે 2 પત્નીઓ છે. યુટ્યુબના એક ક્રિએટરે બંને પત્નીઓને એકસાથે ઈન્ટરવ્યુ આપવા માટે બોલાવ્યા. આ દરમિયાન પત્નીઓ કેમેરાની સામે જ એકબીજા સાથે લડવા લાગી. આ ઘટનાનો વીડિયો હાલ વાયરલ થયો છે. જ્યારે તેમની વચ્ચે બોલાચાલી વધી તો ઇન્ટરવ્યુ લેનારને બધુ શાંત કરવું પડ્યું હતું. જોકે, ઇન્ટરવ્યુના અંતે બંને બહેનોએ એકબીજાને ગળે લગાવીને સપોર્ટ કરવાની વાત કરી હતી. પાકિસ્તાની યુટ્યુબર સૈયદ બાસિત અલીએ 15 ઓક્ટોબરે પોતાની યુટ્યુબ ચેનલ પર આ વીડિયો અપલોડ કર્યો હતો. ઇન્ટરવ્યુ દરમિયાન ઘણી વખત એવું લાગ્યું કે બંને એકબીજા પર હુમલો કરશે.
પાકિસ્તાનમાં રહેતી ઉરુષા રાજપૂત અને ઝીનતના લગ્ન નસીમ નામની વ્યક્તિ સાથે થયા છે. ઝીનતે જણાવ્યું કે તેણે નસીમ સાથે એરેન્જ્ડ મેરેજ કર્યા હતા. ઝીનતે ઇન્ટરવ્યુ દરમિયાન આરોપ લગાવ્યો હતો કે અન્ય એક મહિલા, તેના સાથીને છીનવી લેવામાં આવી હતી. તે ઘરે પણ આવતો નથી અને કોઈ ખર્ચ પણ કરતો નથી. તો ઉરુષાએ વીડિયોમાં દાવો કર્યો – નસીમ મને પ્રેમ કરતો હતો, તેથી મારી સાથે પ્રેમ લગ્ન કર્યા.
2 મહિના પહેલા બીજા લગ્ન
ઝીનતે દાવો કર્યો હતો કે તેના પતિએ બે મહિના પહેલા બીજા લગ્ન કર્યા હતા. ઝીનતે કહ્યું કે તેણે એક ફોનમાં સાંભળ્યું હતું, ત્યારબાદ તેને તેના પતિની હરકતો વિશે જાણ થઈ. કોલમાં ઉરુષા નસીમને કહી રહી હતી કે હવે અમે લગ્ન કરી લીધા છે, તું મારા માટે ગિફ્ટ લઈ આવ. આ સાંભળીને ઝીનત સ્તબ્ધ થઈ ગઈ. ઝીનતે કહ્યું કે પતિ તેની વાત સાંભળતો નથી, એવું લાગે છે કે તેની પર કોઈએ જાદુ કર્યો છે.
‘ત્રીજા લગ્ન કરો, વાંધો નહીં’
ઉરુષાએ વીડિયો ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે નસીમે પહેલા લગ્ન વિશે જણાવ્યું ન હતું. નસીમ ત્રીજી વખત લગ્ન કરવા માંગે તો પણ તેને કોઈ વાંધો નથી. ઉરુષાનો આરોપ છે કે ઝીનત દવાઓનો ખર્ચો ઉપાડે છે. ઉરુષાએ કહ્યું કે તે પતિને સમજાવે છે કે તેણે પહેલી પત્નીનો ખર્ચ પણ ઉઠાવવો જોઈએ, પરંતુ તે બિલકુલ સમજતો નથી.
ઇન્ટરવ્યુના અંતે, સૈયદ બાસિત અલીએ ઝીનત અને ઉરુષાનું સમાધાન કરવ્યું. પહેલા ઉરુષા અને ઝીનતે હાથ મિલાવ્યા અને પછી બંનેએ એકબીજાને ગળે લગાડ્યા. બંને એકબીજાને ટેકો આપવા અને પતિને મનાવવા સંમત થયા.