આ એ દિવસોની વાત છે, જ્યારે મુંબઈ-પુણે હાઈવે બની રહ્યો હતો. ધીરુભાઈ અંબાણી હયાત હતા અને નીતિન ગડકરી મહારાષ્ટ્ર સરકારમાં જાહેર બાંધકામ મંત્રી હતા. આ હાઈવે તેમના મંત્રાલય હેઠળ બનવાનો હતો. આ હાઈવેના નિર્માણ માટે ઘણી ખાનગી કંપનીઓ પણ કોન્ટ્રાક્ટ લેવા તૈયાર હતી, તેમાં ધીરુભાઈ અંબાણી પણ સામેલ હતા. ગડકરીના કહેવા પ્રમાણે, તેમનું ટેન્ડર રૂ. 3600 કરોડનું હતું. ગડકરીએ તેમના ટેન્ડરને ફગાવી દેતા કહ્યું કે જો તમે આ કામ 2000 કરોડમાં કરો છો તો સારું છે, નહીં તો અમે જાતે જ કરાવી લઈશું. ધીરુભાઈનું ટેન્ડર રિજેક્ટ થતાં તેઓ ખૂબ ગુસ્સે થયા હતા. તેમણે ગડકરીને બોલાવીને પૂછ્યું કે શું સરકાર પાસે પૂરતા સંસાધનો છે કે તે આટલું મોટું બાંધકામ જાતે જ પૂરું કરી શકે? તેમણે ગડકરીને બિનજરૂરી રીતે આગ્રહ ન કરવાની સલાહ પણ આપી હતી.
ગડકરી ડગમગ્યા નહીં. તેમણે ધીરુભાઈને કહ્યું કે સારું છે, હું નાનો માણસ છું. હું પ્રયત્ન કરીશ પણ જો બે વર્ષમાં હું આ હાઇવે બનાવીને બતાવી દઉં તો શું શરત લગાવો છો? ત્યારબાદ હાઇવે બનાવવાનું કામ શરૂ થયું. તે માત્ર બે વર્ષમાં જ પૂર્ણ થયું ન હતું પરંતુ 1600 કરોડ રૂપિયાનો ખર્ચ પણ થયો હતો. આ પછી ધીરુભાઈએ ગડકરીને બોલાવીને કહ્યું- ગડકરી તમે જીત્યા અને હું હારી ગયો. ધીરુભાઈએ અહીં તેમની પોતાનુ મોટાપણું માત્ર અહીં જ ના દર્શાવ્યું, પરંતુ થોડા સમય પછી બ્લિન ક્લિન્ટન ભારત આવ્યા. જ્યાં મુંબઈના સ્ટોક એક્સચેન્જમાં તેમનો એક કાર્યક્રમ પણ હતો. તે સમયે ગડકરી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બની ગયા હતા, પરંતુ ધીરુભાઈએ ગડકરીને ક્લિન્ટનની મુલાકાત કરાવી હતી. ક્લિન્ટન સામે તેમના વખાણ કર્યા હતા. કહ્યું કે આ છોકરાએ મુંબઈનું સૌથી સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું છે.
જ્યારે રતન ટાટાના સવાલથી ગડકરી ચોંકી ગયા હતા
તાજેતરમાં જ નીતિન ગડકરીએ તેમને એ ઘટના યાદ અપાવી જ્યારે રતન ટાટાએ તેમને એવો પ્રશ્ન પૂછ્યો કે તેઓ ચોંકી ગયા. ગડકરીએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે જ્યારે તેઓ મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી હતા. ત્યાર બાદ RSSના કાર્યકર્તા દ્વારા તેમને હોસ્પિટલના ઉદ્ઘાટન સમારોહમાં રતન ટાટાને આમંત્રિત કરવા વિનંતી કરવામાં આવી હતી. જ્યારે રતન ટાટા હોસ્પિટલના ઉદ્ઘાટન માટે પહોંચ્યા હતા. પછી તેમણે એવો સવાલ પૂછ્યો જે સાંભળીને હું ચોંકી ગયા હતા.
ખરેખરમાં રતન ટાટાએ મને પૂછ્યું કે શું આ હોસ્પિટલ માત્ર હિન્દુઓ માટે છે. જેના પર મેં તેમને કહ્યું કે તમે આવું કેમ વિચારો છો? ગડકરીના સવાલ પર રતન ટાટાએ કહ્યું કારણ કે આ હોસ્પિટલ આરએસએસની છે. ત્યારે ગડકરીએ કહ્યું કે એવું બિલકુલ નથી. આ હોસ્પિટલ સમાજના તમામ સમુદાયો માટે છે. તેમણે કહ્યું કે આરએસએસમાં આવું કંઈ થતું નથી.