નીતિનભાઈને લઈને આવ્યા મોટા સમાચાર, નેતાઓને મળવાને બદલે ઘરમાં જ બેસી રહ્યા

ગુજરાતમાં ભાજપમાં નવી સરકારની રચનાના મુદ્દે મોટો વિવાદ ઉભો થયેલો છે. આ સંજોગોમાં પૂર્વ મંત્રીઓની નારાજગીની ચાલી રહેલી ચર્ચા વચ્ચે કાલે સમગ્ર દિવસ નારાજ નીતિન પટેલ ઘરમાં જ બેઠેલા હતા અને કોઈ વિવાદ કે નારાજગીની રજૂઆત કરવા જાહેરમાં ન આવતાં ભાજપના નેતાઓ દ્વારા અનેક અટકળો લગાવવામાં આવી રહી હતી.

ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીના રાજીનામા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મુખ્યમંત્રીનો તાજ પહેરાવવામાં આવે તેવા સમાચાર હતા. એવામાં નીતિન પટેલના બદલે અન્ય પાટીદાર ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવતાં નીતિન પટેલ નારાજ જોવા મળ્યા હતા. પરંતુ નારાજગી જાહેરમાં વ્યક્ત કરવાને બદલે તેમના દ્વારા પક્ષના મોવડીઓ સમક્ષ હૈયાવરાળ ઠાલવવામાં આવી હતી. હાઇકમાન્ડનો નિર્ણય હોવાનું જાણ્યા પછી નીતિન પટેલ એકદમ ચૂપચાપ થઈ ગયા હતા.

જ્યારે મંગળવારના વહેલી સવારથી નવા મંત્રીમંડળની રચના અંગે ચાલી રહેલી અટકળોમાં તમામ મંત્રીઓને પડતા મૂકવાની ગંભીર ચર્ચા બાદ કેટલાક સિનિયર મંત્રીઓ ગઈકાલના સમગ્ર દિવસ વિવિધ નેતાઓ અને રાષ્ટ્રીય આગેવાનો સુધી રજૂઆતો કરવામાં આવી હતી.

આ દરમિયાન નીતિન પટેલે પણ નારાજ મંત્રીઓના જૂથમાં જોડાવવાને બદલે કાલે દિવસ દરમિયાન પોતાના અમદાવાદ અને ગાંધીનગરના નિવાસસ્થાન પર જે બેસી રહ્યા હતા. તેની સાથે મીડિયા અને ભાજપના નેતાઓ, સમર્થકોથી પણ અંતર બનાવી રાખવામાં આવ્યું હતું. મોડી સાંજના નીતિન પટેલ અમદાવાદના નિવાસસ્થાને આવીને પરિવાર અને કેટલાક અંગત લોકો સાથે હાજર પણ રહ્યા હતા.

ગઈકાલના સમગ્ર દિવસ નીતિન પટેલ ચહલપહલમાં સામેલ ના થતાં અને કોઈ નેતા કે આગેવાનોને પણ મળવા ના આવતાં અફવાઓએ જોર પકડ્યું હતું કે, નીતિન પટેલ નારાજ જોવા મળી રહ્યા છે અને 12 થી 14 ધારાસભ્યો સાથે સંપર્કમાં પણ રહેલા છે.

Scroll to Top