GujaratNewsPolitics

શપથવિધિ બાદ નીતિન પટેલનું મોટું નિવેદન: આ બધું જોવાની મારી કોઈ જવાબદારી નથી

ગુજરાતનાં નવા મંત્રીમંડળનાં આજે શપથવિધિ કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ નો-રિપીટ થીયરીને લાગુ કરવામાં આવી છે. જ્યારે હવે મંત્રીમંડળનાં તમામ મંત્રીઓ નવા છે. પૂર્વ સીએમ રૂપાણીની ટીમનાં કોઈ પણ મંત્રીને ફરીથી સ્થાન આપવામાં આવ્યું નથી ત્યારે પાર્ટીનાં દિગ્ગજ નેતા અને પાટીદાર નેતા નીતિન પટેલને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું છે.

નીતિન પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, નવા મંત્રીઓને શુભેચ્છા પાઠવું છું, ગુજરાતનો વધુ વિકાસ થાય અને પ્રગતિ થાય એ પ્રકારનાં કામ કરવાની ભગવાન એમનેશક્તિ આપે તેવી હું પ્રાર્થના કરું છું.

જ્યારે નીતિન પટેલને પૂછવામાં આવ્યું કે,રાજ્યમાં કેટલાક નેતાઓ નારાજ હોવાનું સામે આવ્યું છે જેમા આહીર અને કોળી સમાજ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં છે અને શું તેમના સમર્થકો પણ નારાજ છે કે કેમ? તો તેના જવાબમાં નીતિન પટેલે જવાબ આપતા જણાવ્યું હતું કે, ભાઈ કોઈ સમાજ કે કોઈ વ્યક્તિ કે કોઈ જિલ્લો નારાજ થાય તે જોવાની જવાબદારીમારી રહેલી નથી.

નીતિન પટેલે જણાવ્યું છે કે, હવે આ બધું જોવાની મારી કોઈ જવાબદારી નથી, એ જોવાની જવાબદારી હવે અત્યારનાં નેતૃત્વની છે. મારે એ વિશે કોઈ ચર્ચા કરવાનું કારણ જ નથી, સ્વાભાવિક છે કે, કોઈ આવે ને કોઈ જાય. એટલે મળનારને ખુશી થતી હોય અને જેને ના મળે તેને અને તેના સમર્થકોને દુઃખ જરૂર થાય. આ તો દુનિયાનો ક્રમ છે.

આ તો બધુ ભગવાન નિર્મિત છે અને ચાલ્યા જ કરશે. નીતિન પટેલને જ્યારએ પૂછવામાં આવ્યું કે, 2022 માં ટીમ ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં ચૂંટણી થશે? ત્યારે નીતિનભાઈએ જણાવ્યું છે કે, અત્યારે પાર્ટી દ્વારા તેમને જ નેતૃત્વ અને જવાબદારી સોંપી દેવામાં આવી છે એટલે એમને જ આ બધુ કામ આગળ વધારવાનું છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker