નીતુ સિંહના ચુડાની વિધિની તસવીરોમાં આવી બહાર, રેખાજી આ કામ કરતી જોવા મળી. ઋષી કપુર જ્યારે ફિલ્મોમાં આવ્યા હતા ત્યારે છોકરીઓ તેની દિવાની હતી. દરેક જણ એવું ઇચ્છતા હતા કે તેમના પતિ અથવા બોયફ્રેન્ડ ઋષિ કપુર જેટલા સ્વીટ અને હેન્ડસમ હોય.
જો કે 1980 માં, લાખો છોકરીઓએ તેમનું દિલ ટુટી ગયું .જ્યારે તેમને અભિનેત્રી નીતુ સિંહ સાથે લગ્ન કર્યા. જ્યારે તેમના લગ્નજીવનને 39 વર્ષ થયા છે આજે પણ બંનેના સંબંધ ખુબ જ મજબુત છે. એવામાં આજે અમે તમને ઋષિ કપુર અને નીતુ સિંહના લગ્નની કેટલીક ન જોઈલી તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ.
આ દિવસોમાં બંનેની નીતુ અને ઋષિનાં લગ્નની કેટલીક કાળી અને સફેદ તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. આ ફોટામાં નીતુ સિંહ ખૂબ જ સુંદર દુલ્હન જેવી લાગી રહી છે. આ તસવીરોમાં આપણે યંગ કરિશ્મા કપુર અને સોનાલી બેન્દ્રેના પતિ ગોલ્ડી બહલને પણ જોઈ શકીએ છીએ.
આ ચુડાની વિધિની દરમિયાન નિતુજી તેમના કેટલાક ખાસ મિત્રો સાથે જોવા મળે છે. તેમાં બોલિવુડની જાણીતી અભિનેત્રી અને નીતુની ખાસ મિત્ર રેખા પણ શામેલ છે. આ તસવીરો ગોલ્ડી અને તેની બહેન દ્રષ્ટિ બહલ આર્યાએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તેમને ફોટા મુકતી વખતે લોકોને કહ્યું કે આ તસવીરોમાં તેમને શોધીને બતાવે.
‘સુહાના સફર વિથ અનુ કપુર’ શોમાં નીતુ સિંહેને ઋષિ કપુર સાથેની તેની પહેલી મુલાકાતનો વિશે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “ઋષિ અને મારી પહેલી મુલાકાત ઘણી નકામી હતી. તે દિવસોમાં, ઋષિને લોકોની મજાક ઉડાવવાનું ખુબ ગમતું હતું. તેથી જ્યારે પણ હું તેને મળતી ત્યારે તે કોઈક વાર મારા મેકઅપની મજાક ઉડાવતા અને ક્યારેક મારા કપડાની ઉડાવતા. મને ખુબ ગુસ્સો આવતો હતો. તે સમયે તે એક બગડેલો છોકરો હતો જે દરેકની વ્યક્તિની મજાક ઉડાવતો હતો. તે સમયે હું ઘણી યુવાન હતી. મને તે સમયે ખુબ જ ગુસ્સો આવતો હતો.
નીતુએ એમ પણ કહ્યું કે મારી માતા મને લઈને ખુબ જ પ્રોટેકટીવ હતી. એવામાં જ્યારે પણ હું ઋષિ સાથે ડેટ પર જતી ત્યારે તે મારી સાથે બહેનને મોકલતી હતી. હું તે સમયે યંગ હતી અને પહેલા ક્યારેય ડેટ પર ન હતી ગઈ. અમને ડેટ કરતા ત્રણ વર્ષ વીતી ગયા હતા.
મેં નસીબ, શાન સહિત ચારથી પાંચ મોટી ફિલ્મો સાઇન કરી હતી. ત્યારે ઋષિએ પૂછ્યું કે તમે ઘણી બધી ફિલ્મો સાઇન કરી રહ્યા છો, શું તમે લગ્ન કરવા માંગતા નથી? તે લગ્ન વિશે વિચારી રહ્યો હતો અને મને કોઈ ખ્યાલ જ નહોતો. મને લાગ્યું કે અમે ફક્ત ડેટિંગ જ કરી રહ્યા છીએ. ત્યારે મેં તેને કહ્યું કે લગ્ન કરવા માટે કોઈ છોકરો તો હોવો જોઇએ. પછી ઋષિ બોલ્યા તો પછી હું કોણ છું.
હાલમાં ઋષિ છેલ્લા કેટલાક મહિનાઓથી અમેરિકામાં તેમના કેન્સરની સારવાર લઈ રહ્યા હતા. તેમના આ ઉતાર -ચઢાવ દરમિયાન પણ તેમની પત્ની નીતુસિંહે તેમનો પુરો સાથ આપ્યો હતો. અત્યારે ઋષિ કપુરની તબિયત સારી છે અને, તમને ઋષિ અને નીતુની જોડી કેવી લાગે છે?