બિહારમાં કોરોના સંક્રમણને રોકવા માટે મુખ્યમંત્રી નીતીશ કુમારે લોકોને લગ્ન સહિતના કેટલાક સામાજિક કાર્યક્રમો મુલતવી રાખવા અથવા તેમાં ઓછા લોકોને ભાગ લેવા અપીલ કરી છે. આ દરમ્યાન, એક યુવકે મુખ્યમંત્રીની વાતને અનુસરીને બેન્ડ બાજા અને જાનૈયા વગર એકલા લગ્ન કરવાનું નક્કી કર્યું, અને સાઇકલ દ્વારા તેની દુલ્હનના ઘરે પહોંચ્યો. વરરાજાએ દુલ્હન સાથે સાત ફેરા ફર્યા અને સવારે વરરાજા દુલ્હનને સાયકલ પર તેના ઘરે લઈને આવ્યો હતો.
ભાગલપુરના સુલતાનગંજના ઉચકા ગામમાં રહેતા અનિલ તાંતીના પુત્ર ગૌતમ કુમાર (24 વર્ષ) ના લગ્ન ગયા વર્ષે જાન્યુઆરીમાં બાંકા જિલ્લાના શંભુગંજના ભરતશીલા ગામમાં રહેતા બ્રહ્મદેવ તાંતીની પુત્રી કુમકુમ કુમારી સાથે નક્કી થયા હતા.
જો કે, કોરોના સંક્ર્મણના કારણે તે સમયે આ લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા હતા. આ વર્ષે પણ જ્યારે લગ્નનો સમય શરૂ થયો, ત્યારે કોરોનાની બીજી લહેર આવી અને પછી લોકડાઉન થઈ ગયું એટલે ગૌતમના લગ્ન ફરી મુલતવી રાખવામાં આવ્યા હતા. ત્યારે ગૌતમે આ વખતે લગ્ન કરવાનો નિર્ણય લઇ લીધો હતો.
ગૌતમે લીધેલા નિર્ણય પ્રમાણે શુક્રવારે બેન્ડ બાજા અને જાનૈયા વગર સાફો પહેરીને સાયકલ ઉપર 24 કિલોમીટર દૂર બાંકા જિલ્લાના શંભુગંજ ના ભરતશીલા ગામમાં પહોંચી ગયો. વરરાજા સાયકલ દ્વારા પહોંચ્યા પછી, કન્યાના પરિવારે પુરા રિતિરીવાજ સાથે સ્વાગત કર્યું. તે પછી કન્યાના પરિવારે તાત્કાલિક પંડિતને બોલાવ્યા અને તે જ દિવસે લગ્નની બધી વિધિઓ કરવામાં આવી. ગૌતમ અને કુમકુમ બેન્ડ-બાજા અને જાન વગર સાત ફેરા લીધા. ત્યાર પછી આ લગ્ન સમારોહ પણ પૂર્ણ થયો.
જ્યારે વરરાજા ગૌતમે આ વિશેની જાણ શંભુગંજના તાલુકા વિકાસ અધિકારી પ્રભાત રંજનને કરી ત્યારે તેમણે પોતે પણ લગ્ન સમારોહમાં હાજરી આપી અને કુમકુમ અને ગૌતમને આશીર્વાદ આપ્યા અને ભેટ પણ આપી હતી.
પ્રભાત રંજન એ આઈએએનએસ જોડે થયેલ વાતચીતમાં જણાવ્યું હતું કે, “સરકાર હજી પણ લોકોને ભીડમાં જવાનું ટાળવા માટે અપીલ કરી રહી છે, ત્યારે ગૌતમની પહેલ પ્રશંસનીય છે.” ગૌતમે પણ લગ્ન પણ થઇ ગયા અને કોઈને કઈ સમસ્યા પણ નથી થઈ તેમણે કહ્યું કે બાંકા જિલ્લા વહીવટીતંત્ર કન્યા માટે કન્યા જીવન યોજના હેઠળના પુરસ્કારની ભલામણ કરશે ત્યારે એકબાજુ ગૌતમે લીધેલા નિર્ણયની લોકો પ્રશંસા કરી રહ્યા છે, અને આ લગ્નની ચર્ચા આસપાસના વિસ્તારોમાં થઈ રહી છે.