NewsPolitics

PM મોદીએ ટ્વિટર પર CM યોગીને કેમ ન આપી જન્મદિવસની શુભકામના? જાણો કારણ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath Birthday) નો ગઈકાલે (5 June) જન્મદિવસ હતો. જે તેમનો 49મો જન્મદિવસ હતો. ઘણા રાજકીય અને અન્ય ક્ષેત્રોથી જોડાયેલ હસ્તીઓએ તેમને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. જોકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ઘણીવાર તેમની સરકારના મંત્રીઓ, પાર્ટીના નેતાઓ અને વિરોધી પક્ષોના નેતાઓને તેમના જન્મદિવસે ટ્વિટર પર શુભેચ્છા પાઠવે છે, પરંતુ પીએમ મોદીએ આજે સીએમ યોગીને ટ્વિટર પર અભિનંદન આપ્યા નથી. પ્રધાનમંત્રીએ તેમને ફોન પર શુભેચ્છા પાઠવી.

PMO સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક અઠવાડિયાથી પીએમ મોદીએ કોઈ પણ નેતાને ટ્વિટર પર જન્મદિવસની શુભકામના પાઠવી નથી. દેશમાં કોરોનાવાયરસ (Coronavirus) ની બીજી લહેરને કારણે વડાપ્રધાને આવું કર્યું. યોગી આદિત્યનાથ પહેલા 27 મે એ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો જન્મદિવસ હતો. પીએમ મોદીએ તેમને પણ ટ્વિટર પર શુભેચ્છા પાઠવી નહતી.

18 મેએ કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતનો જન્મદિવસ હતો. 24 મે એ કેરળના મુખ્યમંત્રી પી.વિજયનનો જન્મદિવસ હતો. 5 મેના હરિયાણાના CM મનોહર લાલ ખટ્ટરનો જન્મદિવસ હતો. 3 મેના રોજ અર્જુન મુંડા, આ જ દિવસે રાજસ્થાનના CM અશોક ગેહલોતનો પણ જન્મદિવસ હતો. 24 એપ્રિલે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતના જન્મદિવસ પર પણ પીએમ મોદીએ ટ્વિટર પર તેમની શુભેચ્છા પાઠવી ન હતી.

તમને જણાવી દઈએ કે સીએમ યોગીના જન્મદિવસ પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, યુપીના ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્ય અને દિનેશ શર્મા અને તેમની સરકારના લગભગ તમામ મંત્રીઓએ તેમને શુભેચ્છા અને લાંબી ઉંમરની શુભકામનાઓ આપી હતી.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker