કોરોનાની બીજી લહેર આપણા દેશ માટે ઘણી ઘાતક સાબિત થઈ છે દિવસેને દિવસે પરિસ્થિતી વણસી રહી છે જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે જેથી હવે મોટભાગના લોકોને વેક્સિનનું મહત્વ સમજાયું છે. પરંતુ હાલ દેશમાં વેક્સિનની પણ અછત છે તેવામાં એવી માહિતી સામે આવી હતી કે જે લોકો પાસે આધાર કાર્ડ નહી હોય તેમને વેક્સિન આપવામાં નહી આવે.
આ મામલે UIDAI દ્વારા એવું કહેવામાં આવ્યું થ છે કે જે પણ વ્યક્તિ પાસે આધાર કાર્ડ નથી તે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા માટે અથવા તો વેક્સિન નહી આપવા માટે ના કોઈ નહી પાડી શકે. સાથેજ એવું પણ કહેવામાં આવ્યું છે કે કઈ પણ આવશ્યક સેવાનો લાભ ન આપવા માટે આધારકાર્ડનું બહાનું કોઈ ન આપી શકે. જેથી દરેકને વેક્સિનતો આફવી પડશે.
દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે UIDAI દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તે નિવેદનને ઘણું મહત્વનું ગણવામાં આવી રહ્યું છે. UIDAI દ્વારા કહેવામાં આવ્યું છે કે આધાર કાર્ડને લઈને સેવાનો લાભ ન આપવો તે યોગ્ય નથી. જો કોઈ પણ નાગરીક પાસે આધારકાર્ડ નથી તો તેને આધાર અધિનિયમને ધ્યાનમાં રાખીને ના ન પાડી શકાય.
જોકે આધારકાર્ડને લઈને જે સમાચાર સામે આવ્યા છે. તેના કારણે આપણે ત્યા જે લોકોને આવશ્યક સેવાઓ મલી રહેવી જોઈએ તે સેવાઓ નથી મળી રહી. પરિણામે UIDAI દ્વારા એ સ્પષ્ટ કરાવામાં આવ્યું કે કોઈ પણ સંજોગોમાં દર્દીઓને દવા આપવામાં આવે.
તે સિવયા તેમણે એવી પણ સ્પષ્ટતા કરી જે પણ દર્દીઓ પાસે આધાર કાર્ડ નથી. તેમને પણ હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવે કારણકે આધારકાર્ડ ન હોવાને કારણે તમે તે વ્યક્તિને દાખલ ન કરો તે યોગ્ય નથી. સાથેજ જે પણ લોકો પાસે આધાર કાર્ડ નથી તેમને વેક્સિન પણ આપવામાં નથી આવી રહી. જેથી તેમને વેક્સિન આપવા માટે પણ આદેશ આપવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે હાલ કોરોનાને કારણે દેશમાં હાલત ઘણી ખરાબ છે. દિવસેને દિવસે સંક્રમણ વધી રહ્યું છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયેલો છે. સાથેજ હવે લોકો વેક્સિનનું મહત્વ સમજ્યા છે. પરંતુ આવા સમયે જે લોકો પાસે આધારકાર્ડ નથી તે લોકો વેક્સિન નથી મળી રહી. જેના કારણે UIDAI દ્વારા આ મહત્વનું નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.