રાજ્યમાં બે થી ત્રણ દિવસથી તૌકતે વાવાઝોડું સમગ્ર ગુજરાત પર મંડરાઈ રહ્યું હતું. અને આ તૌકતે વાવાઝોડાને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. ગુજરાતમાં તૌકતે વાવાઝોડાને કારણે ભારે નુકસાન થયું છે. જોકે, સરકારના આગોતરા આયોજનને પગલે જાનહાનિ બહુ થઈ નથી. જે સમગ્ર ગુજરાતમાં તાઉતે વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.
તૌકતે વાવાઝોડાની શરૂઆત દક્ષિણ ભારતના કેરળ રાજ્યથી થઈ હતી. તૌકતે વાવાઝોડું કેરળ થઈ, કર્ણાટક, ગોવા, મુંબઈ થઈને ગુજરાતમાં પ્રવેશ્યુ હતું. જે ગુજરાતને ઘમરોળ્યા પછી હવે વાવાઝોડું રાજસ્થાન જશે. ત્યારે આખરે મોડી રાત્રે આ વાવાઝોડું ગુજરાતના છેવાડે આવેલા બનાસકાંઠા જિલ્લામાંથી રાજસ્થાન તરફ ગયું ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ સૌરાષ્ટ્રથી ઉદભવેલુ તૌકતે વાવાઝોડું (gujrat cyclone) જ્યાં જ્યાં આગળથી પસાર થયુ ત્યાં ત્યાં તને ભારે નુકસાન પહોંચાડ્યું છે. જોકે આ વાવાઝોડાની બનાસકાંઠા જિલ્લામાં અસર નહિવત જેવી જોવા મળી છે.
બનાસકાંઠામાં નથી થયું કોઈ નુકસાન
આ તૌકતે વાવાઝોડું ગુજરાતમાંથી પસાર થતા થતા અંતમાં બનાસકાંઠામાંથી પણ પસાર થયું હતુ. જો કે આ તૌકતે વાવાઝોડા માટે રાજ્યમાં બનાસકાંઠા જિલ્લો છેલ્લો હતો જ્યાંથી આ વાવાઝોડું પસાર થયું હતું. તૌકતે વાવાઝોડાએ ધારણા કરતા વધુ તબાહી સર્જી છે. માત્ર સૌરાષ્ટ્રના જ જિલ્લાઓ નહિ, પણ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ તેની અસર દેખાઈ છે.
ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે. મકાનોની છત અને પતરા ઉડી ગયા છે. ત્યારે આ વાવાઝોડાને પહોંચી વળવા માટે બનાસકાંઠાનું વહીવટી તંત્ર પણ સજ્જ થઇ ગયું હતું. જો કે બનાસકાંઠામાં આ તૌકતે વાવાઝોડાનું સંકટ ટળી ગયું હતું. જેના કારણે બનાસકાંઠા જિલ્લાના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે અહીંયા અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડ્યો હતો. જોકે, સરકારના આગોતરા આયોજનને પગલે જાનહાનિ બહુ થઈ નથી. જે રાજ્યના અન્ય જિલ્લામાં આ વાવાઝોડાએ નુકસાન કર્યું છે તે આ જિલ્લામાં થયું નથી.
વાવાઝોડું બનાસકાંઠામાં પહોંચતા બદલી દીધી હતી દિશા
આ વાવાઝોડાના કારણે જિલ્લામાં જાનમાલને નુકસાન ન થાય તે માટે ગ્રામ્યકક્ષા સુધી વ્યવસ્થા ગોઠવી લોકોને સતર્ક કરવામાં આવ્યા હતા. જોકે બનાસકાંઠામાં વાવાઝોડું આવે એ પહેલાં જ વાવાઝોડાએ તેની દિશા બદલી દીધી હતી અને મોડી રાત્રે વાવાઝોડું મહેસાણાથી સતલાસણા થઈને રાજસ્થાનમાં પ્રવેશી જતાં બનાસકાંઠામાંથી સંકટ ટળી ગયું હતું.
સરહદી વિસ્તારમાં લાઈટ ગુલ થઈ હતી
બનાસકાંઠાના સરહદીય વિસ્તારોમાં વાવાઝોડાની થોડી ઘણી અસરના કારણે વીજળી જતી રહી હતી. આ અગાઉના પ્લાનિંગ મુજબ ધાનેરા, દાંતીવાડા, પાંથાવાડા પંથકમાં વીજળી બંધ કરી દેવામાં આવી હતી. આમ લોકોને થોડો સમય વરસાદી માહોલ વચ્ચે વીજળી વગર રહેવુ પડ્યુ હતું. જોકે તૌકતે વાવાઝોડાના કારણે જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ભારે પવન ફૂંકાતા અને ઝરમર ઝરમર વરસાદ થતાં જિલ્લાના અનેક પંથકોમાં બાજરી સહિતના પાકો નમી જતાં ખેડૂતોને ઓછાવતું નુકસાન થયું છે.
વીજ પુરવઠો જાળવી રાખવા UGVCL ની 40 ટીમો તૈનાત હતી
જિલ્લામાં તૌકતે વાવાઝોડાની અસરમાં પણ સતત વીજ પુરવઠો કોઈ પણ અડચણ વગર મળતો રહે તે માટે UGVCL ની 40 ટીમો સહિત અલગ-અલગ વિભાગોની ટીમો તૈનાત કરી દેવામાં આવી હતી. તૌકતે વાવાઝોડાની સંભવિત અસરોને પહોંચી વળવા માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રએ જિલ્લાકક્ષાએ પાલનપુર સહિત જિલ્લાના તમામ 14 તાલુકાઓમાં કંટ્રોલ રૂમ શરૂ કરી સ્થાનિક કક્ષાએ કોઇપણ ઘટના બને તો તાત્કાલિક કંટ્રોલ રૂમ પર જાણ કરવા અપીલ કરી હતી.
રાજ્યમાં “તૌકતે” વાવાઝોડાનાં પરિણામે ઉદભવેલ પરિસ્થિતિના લીધે પાલનપુર વર્તુળ કચેરી હેઠળના વિવિધ ગામોમાં પવન સાથે વરસાદની શરૂઆત થતાં છેલ્લા 24 કલાકમાં કુલ 29 વીજપોલ ક્ષતિગ્રસ્ત થતાં 16 ખેતીવાડી ફિડરો ઉપર વીજ પુરવઠો ખોરવાયો હતો. જે તમામ વીજપોલ ગણતરીના કલાકોમાં જ ઊભા કરી વીજ પુરવઠો પુન સ્થાપિત કરવામાં આવ્યો છે. વાવાઝોડાની અસરવાળા બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં તમામ ગામોમાં વીજ પુરવઠો ચાલુ છે.
બનાસકાંઠા જિલ્લામાં તૌકતે વાવાઝોડા સંભવિત અસરને લઈ જિલ્લાના 14 તાલુકોમાં 176 જેટલા બસોના શિડયુલ હતા. જે તમામ શિડ્યુલમાં 650 જેવા રૂટ પર બસો ચાલુ હતી. જે તમામ રૂટો પર બસો સ્થગિત કરી દેવામાં આવી હતી.