લગ્ન માટે પોલીસની મંજુરી નહીં લેવી પડે: પ્રદિપસિંહ જાડેજા

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યમાં લગ્ન કે અન્ય કોઇ સત્કાર સમારંભ સંદર્ભે પોલીસ વિભાગની કોઇ મંજૂરીની આવશ્યકતા રહેતી નથી. સમારંભના સ્થળની ક્ષમતાની ૫૦ ટકાથી વધુ નહી, પરંતુ ૧૦૦ વ્યક્તિની મર્યાદામાં આયોજન કરવાનું રહશે.

કોરોનાના સંક્રમણને રોકવા માટે તમામ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય છે. મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, રાજ્યના નાગરિકોને તેમના પ્રસંગો સુયોજીત રીતે યોજી શકે તે માટે રાજ્ય સરકારે જનહિતને ધ્યાને રાખીને તથા કોરોનાનું સંક્રમણ ફેલાય નહી તે માટે ચોક્કસ દિશા નિર્દેશો સાથે આવા સમારંભો યોજાય તે માટે ચોક્કસ માર્ગદર્શિકા નિયત કરાઇ છે.

આવા પ્રસંગો દરમ્યાન વરઘોડા કે બેન્ડવાજા પર પ્રતિબંધ રહેશે. તેમજ સમારોહના આયોજન માટે સંબંધિત વિસ્તારના પોલીસ સ્ટેશનની કોઇ મંજૂરી મેળવવાની આવશ્યકતા રહેતી નથી. કેટલાક શહેરોમાં સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કરફ્યૂ અમલી બનાવાયો છે તેવા સ્થળોએ કોઇપણ પ્રસંગનું આયોજન કરફ્યૂના સમયગાળા દરમ્યાન કરી શકાશે નહી. તેમણે ઉમેર્યું કે, લગ્નો કે સત્કાર સમારંભો યોજવામાં આવે ત્યારે કોવિડ-૧૯ સંદર્ભે જે માર્ગદર્શિકા અમલમાં છે તેનો નાગરિકોએ ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. સમારંભ દરમ્યાન ૬ ફૂટની દૂરી સાથેનું ફિઝીકલ સોશ્યલ ડીસ્ટન્સ, માસ્ક તથા સેનીટાઇઝર સહીતની વ્યવસ્થા કરવાની રહેશે.

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here