અહીં મહાકાળી માતાના મંદિરમાં પ્રસાદ તરીકે ચઢાવવવામાં આવે છે નૂડલ્સ, કારણ છે રસપ્રદ

સામાન્ય રીતે કોઈપણ મંદિરમાં ભગવાનને લાડુ અથવા મીઠાઈઓ ચઢાવવામાં આવે છે. સામાન્ય રીતે પ્રસાદના રૂપમાં માત્ર મીઠાઈઓ જ વહેંચવામાં આવે છે, પરંતુ આપણા દેશમાં એક એવું અનોખું મંદિર છે, જ્યાં ભગવાનને ચાઈનીઝ ફૂડ ચઢાવવામાં આવે છે. અહીં ભક્તોને પ્રસાદ તરીકે નૂડલ્સનું વિતરણ કરવામાં આવે છે.

1 આ મંદિર કોલકાતામાં છે

કોલકાતાના ટેંગરા વિસ્તારમાં એક ‘ચીની કાલી મંદિર’ છે. આ વિસ્તાર ચાઈના ટાઉન તરીકે ઓળખાય છે. ગલીમાં આવેલું આ મંદિર તિબેટીયન શૈલીનું છે. આ મંદિરની ગલીમાં જૂના કોલકાતા અને પૂર્વ એશિયાની સુંદર સંસ્કૃતિની ઝલક જોઈ શકાય છે.

2 ચાઈનીઝ અગરબત્તીનો ઉપયોગ કરવામાં આવે છે

મંદિરમાં ભોગ તરીકે માત્ર ચાઈનીઝ વાનગીઓ જ ચઢાવવામાં આવતી નથી, પરંતુ અહીં પ્રગટાવવામાં આવતી અગરબત્તીઓ પણ ચીનની છે. પ્રસાદ સિવાય અહીંની સુગંધ પણ બાકીના મંદિરોથી અલગ છે. એક બંગાળી પૂજારી મંદિરમાં પૂજા કરે છે અને દુષ્ટ આત્માઓને દૂર રાખવા માટે ખાસ પ્રસંગોએ અહીં હાથથી બનાવેલા કાગળો બાળવામાં આવે છે.

3 ચાઈનીઝ પ્રસાદ આપવાનું કારણ ચમત્કારિક છે

મા કાલીના આ મંદિરમાં ચાઈનીઝ પ્રસાદ ચઢાવવાનું એક ખાસ ચમત્કારિક કારણ છે. લગભગ 20 વર્ષ પહેલા આ મંદિર ચીની અને બંગાળી લોકોના દાનથી બનાવવામાં આવ્યું હતું. આ સ્થળે છેલ્લા 60 વર્ષથી એક વૃક્ષ નીચે માતાજીની પૂજા કરવામાં આવતી હતી.

4 ચાઈનીઝ છોકરાને મળ્યું નવું જીવન!

સ્થાનિક લોકોનું કહેવું છે કે ઘણા વર્ષો પહેલા ચીનનો એક છોકરો ગંભીર રીતે બીમાર પડ્યો હતો. આ છોકરા પર કોઈ સારવાર કામ કરતી ન હતી. એક દિવસ બાળકના માતા-પિતા તેને ત્યાં લાવ્યા અને ઝાડ નીચે સુવડાવી દીધા. આ પછી તેણે દેવી માતાની પ્રાર્થના કરી અને ચમત્કારિક રીતે છોકરો સાજો થઈ ગયો. આ પછી આ મંદિરનું નિર્માણ થયું અને આ મંદિર હિંદુ સમુદાયની સાથે-સાથે ચીની સમુદાય માટે પણ આસ્થાનું કેન્દ્ર બની ગયું.

5 આ પછી ચાઈનીઝ પ્રસાદ ચઢવા લાગ્યો

જ્યારે ચીનના લોકો મંદિરમાં આવવા લાગ્યા તો તેઓએ પણ તેમની સંસ્કૃતિ અનુસાર માતાને ભોજન અર્પણ કરવાનું શરૂ કર્યું. ત્યારથી અહીં માતાને નૂડલ્સ, ચૉપ્સ વગેરે ચઢાવવાનું શરૂ થયું.

Scroll to Top