આ સરકારે આપ્યો વિચિત્ર આદેશ, બાળકોના નામ રાખો – ગન, બોમ્બ અને સેટેલાઇટ

kim jong un

ઉત્તર કોરિયામાં માતા-પિતાને એક વિચિત્ર ઓર્ડર મળ્યો છે. ઉત્તર કોરિયાના અધિકારીઓએ માતા-પિતાને તેમના બાળકોના નામ બોમ્બ, બંદૂક અને સેટેલાઇટ શબ્દો પર રાખવા જણાવ્યું છે. આવા નામોને દેશભક્તિથી ભરપૂર ગણાવ્યા છે. વાસ્તવમાં, ઉત્તર કોરિયા તે નામોના ઉપયોગ પર કડક કાર્યવાહી કરવા માંગે છે, જેને સરકાર ખૂબ નરમ માને છે. અગાઉ, સામ્યવાદી સરકારે દક્ષિણ કોરિયાની જેમ લોકોને A Ri (લવ્ડ વન) સુ મી (સુપર બ્યુટી) જેવા સુંદર નામોનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. પરંતુ હવે સરકારે લોકોને આદેશ આપ્યો છે કે આવા નામ ધરાવતા લોકોએ વધુ દેશભક્તિ અને વૈચારિક નામો રાખવા પડશે.

જેઓ પાલન નહીં કરે તેમને દંડ કરવામાં આવશે
સરમુખત્યાર કિમ જોંગ ઈચ્છે છે કે માતા-પિતા તેમના બાળકોને આ નામ આપે અને જે આ આદેશનું પાલન નહીં કરે તેને દંડ કરવામાં આવશે. આ નામોમાં Pok II (બોમ્બ), ચુંગ સિમ (વફાદારી) અને Ui સોંગ (ઉપગ્રહ)નો સમાવેશ થાય છે. રેડિયો ફ્રી એશિયા સાથે વાત કરતા એક નાગરિકે કહ્યું, ‘લોકો ફરિયાદ કરી રહ્યા છે કે સત્તાવાળાઓ લોકો પર સરકાર જે ઇચ્છે તે નામ આપવા દબાણ કરી રહ્યા છે. છેલ્લા મહિનાથી લોકોને નોટિસ આપવામાં આવી રહી છે. તેમની પાસે નામ બદલવા માટે આ વર્ષના અંત સુધીનો સમય છે.

આદેશથી વાલીઓ નારાજ
નાગરિકોને આદેશમાં કહેવામાં આવ્યું છે કે ક્રાંતિકારી ધોરણોને પૂર્ણ કરવા માટે તેમના નામનો રાજકીય અર્થ હોવો જોઈએ. સરકારના આ આદેશથી વાલીઓ નારાજ છે અને નામ બદલવામાં સંકોચ અનુભવી રહ્યા છે. નાગરિકોએ એવો પ્રશ્ન ઉઠાવ્યો છે કે, વ્યક્તિને પોતાનું નામ રાખવાની સ્વતંત્રતા કેવી રીતે ન હોય. ઉત્તર કોરિયાના અધિકારીઓનું કહેવું છે કે દેશે તેના નાગરિકોના નામ દક્ષિણ કોરિયાના નામ જેવા ન હોવા જોઈએ. ઉત્તર કોરિયા અવારનવાર સરહદી વિસ્તારમાં મિસાઈલ પરીક્ષણ કરે છે, જેના કારણે બંને વચ્ચે તણાવ સતત રહે છે.

Scroll to Top