ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન પોતાના નવા લુક અને વજનના કારણે ચર્ચામાં રહે છે. લાંબા સમય બાદ તેઓ ફરી એક વખત સૈન્ય પરેડ દરમિયાન જોવા મળ્યા છે. નેશનલ ટેલિવિઝન પર પરેડ દરમિયાન કિમ જોંગ ખૂબ પાતળા જોવા મળ્યા હતા.
આ તસ્વીરમાં તે પોતાના દાદા કિમ ઈલ સુંગની જેમ વાળ કપાયેલા જોવા મળ્યા છે. નોંધનીય છે કે, કિમ ઇલ સુંગ ઉત્તર કોરિયાના સ્થાપક રહેલા હતા.
જ્યારે ઉત્તર કોરિયાના દેશના 73 મા સ્થાપના દિવસ નિમિત્તે તેની રાજધાનીમાં ‘ગુઝ સ્ટેપ’ કરતા સૈનિકો અને લશ્કરી સાધનોની પરેડ કાઢવામાં આવી હતી. કોરિયનની એક નામી ન્યુઝ ચેનલ મુજબ, લડાકુ વિમાનો દ્વારા ‘કિમ ઈલ સુંગ સ્ક્વેર’ ઉપર ખાસ રચનામાં ઉડાન ભરવામાં આવી હતી.
તેની સાથે આ પરેડ ગુરુવારના પ્રસારિત કરાઈ હતી. આ દરમિયાન હથિયારોનું પ્રદર્શન તો કરવામાં આવ્યું નહોતું, પરંતુ લોકોનું ધ્યાન પરેડ કરતા વધુ કિમ જોંગ ઉન તરફ રહ્યું હતું. તસ્વીરો જોઈને લાગે છે, કે કિમ જોન દ્વારા લગભગ 20 કિલો વજન ઘટાડવામાં આવ્યું છે.
તેમાં ખાસ વાત એ રહી કે, લાઈટ કલરનો સૂટ પહેરીને તાનાશાહ લશ્કરી પરેડ દેખાયા હતો. આ દરમિયાન કિમ દ્વારા ભાષણ આપવામાં આવ્યું નહોતું. પરંતુ લોકોની સામે જોઈ તેઓએ હાથ હલાવી અભિવાદન કરતા અને હસતા દેખાયા હતા.
નોંધનીય છે કે, વર્ષોથી કિમ જોંગ ઉનની તબિયત અંગે અટકળો લગાવવામાં આવી રહી હતી. તેની પાછળનું કારણ કીમનું વધારે વજન અને ધૂમ્રપાન રહેલ છે. કિમનો પરિવાર હૃદયરોગ સામે લડવાનો લાંબો ઈતિહાસ રાખે છે. આવી સ્થિતિમાં જ્યારે પણ કિમ જોંગ ઉન લોકોની નજરથી ગુમ થઈ જાય છે. લોકો તેની બીમારીનું અનુમાન લગાવવામાં લાગી જાય છે.
છેલ્લા થોડા મહિનાઓથી એવા અહેવાલો સામે આવ્યા હતા કે, કિમ જોંગ ઉનની તબિયત ખરા છે. તસ્વીરોમાં કંઇક અલગ જ જોવા મળ્યું છે કે, કિમનું વજન ઘણું ઓછું જોવા મળ્યું છે અને તે લૂઝ કપડાંમાં દેખાયા હતા. અમુક તસ્વીરોમાં તેના માથાના પાછળના ભાગમાં એક રહસ્યમય કાળો ડાઘ પણ દેખાયો હતો, તેને છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો.
તેની સાથે કિમ જોંગ પ્રશાસન દેશને બતાવવા ઈચ્છી રહ્યા છે કે, કિમ જોંગ કેવી રીતે દેશની ચિંતામાં વ્યસ્ત છે. તાજેતરની પરેડમાં તેના વજને ફરી એક વખત લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું છે.