સિઝેરિયન નહીં પરંતુ આવી રીતે પેદા કરશે પોતાનું બાળક, આ અભિનેત્રી લગ્ન પહેલા મા બનવા જઇ રહી છે

બોલિવૂડ માંથી ખુબજ ચોંકાવનાર સમાચાર સામે આવ્યા છે જે જાણી ને તમે ચકિત થઇ જશો તો આવો જાણીએ તેના વિશે. કલ્કિ કોચલિન લગ્ન પહેલા જ પોતાના પહેલા બાળકને જન્મ આપવા જઇ રહી છે. એવામાં એને ખુલાસો કર્યો છે કે એ આ બાળકને સિઝેરીયન દ્વારા નહીં પરંતુ વૉટર બર્થ નોર્મલ ડિલીવરીથી પોતાનું બાળક પેદા કરશે.કલ્કિએ ખુદે ખુલાસો કર્યો છે કે એ પાંચ મહિનાની પ્રેગનેન્ટ છે.

બોલીવુડ અભિનેત્રી કલ્કિ કોચલિને એ વાતનો ખુલાસો કર્યો છે કે એ જલ્દીથી મા બનવાની છે. અનુરાગ કશ્યપ સાથે ડિવોર્સ બાદગ કલ્કિ છેલ્લા કેટલાક સમયથી ઇઝરાયલના એક વ્યક્તિને ડેટ કરી રહી હતી. કલ્કિનું નામ પણ હવે એ ડેરિંગ સેલેબ્સમાં સામેલ થઇ ગયું છે કે જેમને લગ્ન પહેલા પોતાના પાર્ટનરની સાથે ફેમિલી પ્લાનિંગ કર્યું છે. કલ્કિએ એવું પણ જણાવ્યું કે એ સિઝેરિયન નહીં પરંતુ બાળકને વૉટર બર્થિંગથી જન્મ આપશે.

વાસ્તવમાં કલ્કિ ખુદ પણ વૉટર બર્થિંગ રીતે પેદા થઇ હતી એવામાં એને આ રીત સૌથી સુરક્ષિત લાગે છે. 35 વર્ષની કલ્કી ડિસેમ્બરમાં બોયફ્રેન્ડ Guy Hershberg ના બાળકને જન્મ આપી શકે છે. કલ્કિની યોજના ગોવામાં બાળકને જન્મ આપવાની છે. કલ્કિનો બોયફ્રેન્ડ ઇઝરાયલનો ક્લાસિકલ પિયાનિસ્ટ છે. કલ્કિ પોતાનો સમય બોયફ્રેન્ડના મ્યૂઝિકને સાંભળીને અને સાથે વૉક પર જઇને અને યોગા કરીને પસાર કરે છે. કલ્કિએ આ સમયે મોબાઇલ ફોનનો ઉપયોગ પણ ઓછો કરી દીધો છે.

જાણો શું હોય છે વૉટર બર્થ.

જાણકારી માટે તમને જણાવી દઇએ કે વૉટર બર્થ ડિલીવરી બાળકોને જન્મ આપવાની એક રીત છે. વૉટર બર્થ ડિલીવરી નોર્મલ ડિલીવરીનો એક આધુનિક પ્રકાર છે. જેના દ્વારા લેબર દરમિયાન થતો દુખાવો ઓછો કરી શકાય છે. વૉટર બર્થ ડિલીવરી સમયે મહિલા ગરમ પાણીમાં રહે છે, જેના કારણે શરીરમાં તણાવ પણ ઓછો થઇ જાય છે. વૉટર બર્થ ડિલીવરીનો મતલબ છે કે લેબર દરમિયાન મા શરીરને ગરમ પાણીના ટબમાં રાખવામાં આવે છે અને બાળકનો જન્મ પણ એ જ ગરમ પાણીમાં થાય છે.

કલ્કિ પહેલા અભિનેત્રી બ્રૂના અબ્દુલ્લાએ પણ તાજેતરમાં પોતાના બાળકને વૉટર બર્થથી જન્મ આપ્યો હતો. જણાવી દઇએ કે બ્રૂનાએ પણ લગ્ન પહેલા પોતાના બોયફ્રેન્ડની સાથે ફેમિલી પ્લાનિંગ કર્યું છે. જણાવી દઇએ કે કલ્કિએ પહેલા ફિલ્મ મેકર અનુરાગ કશ્યપની સાથે વર્ષ 2011 માં લગ્ન કર્યા હતા. ત્યારબાદ બંનેએ 2013 માં આપસી સહમતિથી અલગ થઇ ગયા હતા અને 2015 માં બંનેના ડિવોર્સ થઇ ગયા હતા. જો કે હજુ પણ અનુરાગ અને કલ્કિ સારા મિત્રો છે અને મોટાભાગે પાર્ટી અને ઇવેન્ટમાં એકબીજાની સાથે જોવા મળે છે. આ નવા ટ્રેન્ડ થી ઘણા લોકો વંચિત છે.અને હવે આ ક્રેઝ પણ થવા લાગ્યો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top