હાઈકોર્ટે સરકારને કહ્યું ગંભીર દર્દીઓને ઈન્જેકશન રેમડેસિવિર પહેલા આપો, કોઈ પણ ભેદભાવ ન થવો જોઈએ

રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને લઈને હાઈકોર્ટ દ્વારા અવાર નવાર સરકારને ટકોર કરવામાં આવી રહી છે ત્યારે વધુંમાં હાઈકોર્ટે રેમડેસિવિર ઈન્જેકશન મામલે પોલીસી બનાવા અંગે સરકારને કહ્યું છે આ પોલીસીમાં બધાજ લોકોને પૂરતો લાભ મળે તેવી રાખવા આદેશ કર્યો છે સાથેજ ખાનગી અને પ્રાઈવેટ હોસ્પિટલો વચ્ચેનો ભેદભાવ પણ હટાવવા કહ્યું છે.

વેન્ટિલેટર વાળ દર્દી પહેલા

હાઈકોર્ટે કહ્યું કે જે દર્દિઓ વેન્ટિલેટર પર છે તેમને સૌથી પહેલા રેમડેસિવિર મળવું જોઈએ બાદમાં આઈસીયુંમાં રાખેલા દર્દીઓને મળવું જોઈએ અને ત્યારબાદ ઓક્સિજન પર જે દર્દીઓ રાખવામાં આવ્યા છે તેમને ઈન્જેકશન આપવા જોઈએ.

તબિયત ધ્યાનમાં રાખી ઈન્જેકશન આપવું

ખાસ કરીને જે લોકોની હાલ ગંભીર છે તેમને ઈન્જેકશનની પહેલા જરૂર છે જે દર્દીઓની સ્થિતી સ્થિર હોય તેમને બાદમાં ઈન્જેકશન મળે તે વધારે સારુ રહેશે તેવું હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે સાથેજ કોર્ટે એવું પણ કહ્યું કે દર્દી ખાનગી હોસ્પિટલમાં હોય કે સરકારી હોસ્પિટલમાં હોય તેની તબિયતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેને ઈન્જેકશન આપવું જોઈએ કોઈ ભેદભાવ પણ ન થવો જોઈએ.

108 એમ્બ્યુલન્સ સેવાને ટકોર

આ ઉપરાંત હાઈકોર્ટે કહ્યું કે 108 એમ્બ્યુલન્સ સેવા પણ દર્દીઓને વહેલા ધોરણે લેવા જવી જોઈએ જે દર્દીઓની હાલ વધારે ગંભીર હોય તેમને પહેલા હોસ્પિટલમાં ખસેડવા જોઈએ સાથેજ 108 સેવા દર્દીને માત્ર ઘરેથી હોસ્પિટલ સુધી લઈ જાય છે જેથી તે બાબતે પણ કોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે એમ્બ્યુલન્સ સેવા એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં પણ દર્દીઓ લઈ જવાનું રાખે.

યોજનાઓ ઘડવા સલાહ

કોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે પરિસ્થિતી ઘણી નાજૂક છે જેથી લોકોની સંભાળ રાખવી પડશે ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે સરકારના આરોગ્ય સચિવે ઈમરજન્સી મીટીંગ ગોઠવીને યોજનાઓ ઘડવી દોઈએ કોર્ટે એવું કહ્યું કે કેટલીક ખાનગી હોસ્પિટલોમાં રેમડેસિવિરનો જથ્થો છે જ્યારે સરકારી હોસ્પિટલોમાં નથી જેથી તે બાબતે તપાસ હાથ ધરીને જવાબ રજૂ કરવા કહ્યું છે.

લોકોમાં ભયનો માહોલ

ઉલ્લેખનીય છે કે હાલ સંક્રમણ રાજ્યમાં એટલી હદે ફેલાયું છે કે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે ઉપરાંત સરકાર દ્વારા સંક્રમણને કાબૂમાં લેવાના પ્રયાસ તો કરવામાં આવી રહ્યા છે તેમ છતા પણ સંક્રમણ કાબૂમાં નથી આવી રહ્યું બીજી તરફ હાઈકોર્ટ દ્વારા પણ અવાર નવાર સરકારને ટકોર કરવામાં આવી રહી છે જેથી કોરોનાનું સંક્રમણ હવે ક્યારે અટકશે તે આપણા માટે એક ચિંતાનો પ્રશ્ન બની ગયો છે.

Scroll to Top