પિતાનું જ નહીં, માતાની અટકનો પણ ઉપયોગ કરી શકે છે બાળકો: દિલ્હી હાઇકોર્ટ

દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) શુક્રવારે કહ્યું કે એક પિતાને તેની પુત્રી માટે શરતો નક્કી કરવાનો કોઈ અધિકાર નથી. દરેક બાળકને તેની માતાની અટક (Surname) નો ઉપયોગ કરવાનો અધિકાર છે. સગીર છોકરીના પિતા દ્વારા એક અરજી દાખલ કરવામાં આવ્યા બાદ કોર્ટે આ ટિપ્પણી કરી હતી, જેમાં અધિકારીઓને તેની માતાનું નામ નહીં પણ દસ્તાવેજોમાં તેની પુત્રીની અટક તરીકે તેનું નામ દર્શાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

‘માતાની અટકનો ઉપયોગ કરી શકે છે બાળકો’

જો કે, જસ્ટિસ રેખા પલ્લીએ આને ફગાવી દીધું અને કહ્યું, ‘એક પતિ પાસે પુત્રીને આ ફરમાન કરવાનો કોઈ અધિકાર નથી હોતો કે તે ફક્ત તેની જ અટકનો ઉપયોગ કરે. જો સગીર છોકરી તેની વર્તમાન અટકથી ખુશ હોય તો શું સમસ્યા છે? કોર્ટે કહ્યું કે દરેક બાળકને તેની માતાની અટકનો ઉપયોગ કરવાનો અધિકાર છે જો તે ઈચ્છે તો. સુનાવણી દરમિયાન, અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે તેની પુત્રી સગીર છે અને આવા મુદ્દાઓ પોતે નક્કી કરી શકતી નથી.

‘કોર્ટે ફગાવી દીધી અરજી’

અરજદારના વકીલે વધુમાં રજૂઆત કરી હતી કે બાળકની અટક તેની બીજી પત્ની દ્વારા બદલી દેવામાં આવી હતી. તેને દાવો કર્યો હતો કે નામ બદલવાથી વીમા ફર્મ પાસેથી વીમા સેવાઓ મેળવવી મુશ્કેલ બનશે, કારણ કે પોલિસી તેના પિતાના અટક સાથે છોકરીના નામે લેવામાં આવી હતી. કોર્ટે પિટિશન ફગાવી દેતા કહ્યું કે તે વ્યક્તિએ તેની પુત્રીની શાળાએ જઈને પિતા તરીકે પોતાનું નામ બતાવવાની સ્વતંત્રતા છે.

Scroll to Top