કોરોના ઈફેક્ટ: દેશમાં ક્યારે થશે લોકડાઉન? તેના પર અમિત શાહે આપ્યો આ જવાબ

કોરોનાની બીજી લહેર ખૂબ જ ભયાનક બની ગઈ છે. વાયરસના કારણે આખા દેશમાં કહેર સર્જાયો છે. દરરોજ કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2.60 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. દેશના 12 રાજ્યોની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. મહારાષ્ટ્ર સૌથી અસરગ્રસ્ત રાજ્ય છે. રાજ્યમાં એક દિવસમાં 60 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે.

જયારે બીજા નંબર પર ઉત્તર પ્રદેશ રહેલું છે, અહીં 27 હજાર નવા કેસ નોંધાયા છે. દિલ્હી પણ 19 હજારના આંકડો પાર કરી ગયું છે. કથળતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઘણા રાજ્યોમાં સાપ્તાહિક અને આંશિક લોકડાઉન અમલમાં મૂકાયું છે.

રવિવારે ઉત્તરપ્રદેશને સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યું છે. કોરોનાની ભયાનક સ્થિતિને જોતા લાગે છે કે ભારત ફરી એક વાર લોકડાઉન તરફ આગળ વધી રહ્યું છે. જો કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કરી દીધું છે કે, હાલમાં આવી સ્થિતિ દેખાઈ રહી નથી. દેશમાં કોઈ જલ્દબાજીમાં લોકડાઉન લગાવવામાં આવશે નહીં.

કેન્દ્ર રાજ્યો સાથે સતત સંપર્કમાં છીએ

વાસ્તવમાં એક અંગ્રેજી સમાચારમાં આપેલ ઇન્ટરવ્યુમાં, જ્યારે ગૃહમંત્રી અમિત શાહને આ સવાલ પૂછવામાં આવ્યો હતો, ત્યારે ગયા વર્ષની જેમ કોરોના નિયંત્રણ માટે લોકડાઉન લગાડવામાં આવશે. જેના પર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, સંપૂર્ણ લોકડાઉન કરવું અત્યારે જલ્દબાજી કહેવાશે. તેમણે કહ્યું કે, ગયા વર્ષે લોકડાઉન કરવાનો હેતુ જુદો હતો, તે સમયે દેશમાં દવાઓ કે રસી નહોતી. પરંતુ હવે પરિસ્થિતિ જુદી છે. અમે રાજ્યો સાથે સતત સંપર્કમાં છીએ. રાજ્યોની સંમતિ હશે તો અમે તેમની સાથે રહીશું.

કોરોનાની નવી મોમેન્ટ ચિંતાજનક છે – શાહ

ઇન્ટરવ્યૂમાં જ્યારે ગૃહમંત્રી અમિત શાહને પૂછવામાં આવ્યું કે, તમે કોરોનાની નવી મોમેન્ટસને કેટલી જોખમી માનો છો. જેના પર ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, દરેક ચિંતિત છે. હું પણ તેની ચિંતા કરું છું. પરંતુ આપણા વૈજ્ઞાનિકો તેનાથી લડવા માટે રાત-દિવસ અભ્યાસ કરી રહ્યા છે. મને વિશ્વાસ છે કે આપણે જીતીશું.

Scroll to Top