ટેન્શન ખતમ: સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ ડ્રાઇવિંગ લાઇસન્સ વગર ચલાવી શકશો આ સ્ટાઇલિશ ગાડી

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગમાં અનેકગણો વધારો થયો છે અને આવનારો સમય આ વાહનો માટે હશે. અહીં ઇલેક્ટ્રિક વાહનો પહેલેથી જ ટ્રેન્ડમાં આવી ગયા છે અને આ ટ્રેન્ડમાં નવું એક ટ્રેન્ડી ઇલેક્ટ્રિક સ્કૂટર રજૂ કરવામાં આવ્યું છે. Corrit Electric નામના સ્ટાર્ટ-અપમાં Hover Electric Scooter રજૂ કરવામાં આવ્યું છે, જે દેખાવમાં ખૂબ જ અલગ છે. સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરીને આ ઈવી તૈયાર કરવામાં આવ્યું છે અને આને ચલાવવા માટે કોઈ પણ પ્રકારના લાયસન્સની જરૂર નથી. આ સ્કૂટર કોઈપણ વધારાના પાર્ટસ વાપર્યા નથી અને માત્ર ફ્રેમનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્કૂટરને વાઇડ ટાયર આપવામાં આવ્યા છે જે તેને અલગ લુક આપે છે.

વિધ્યાર્થીઑ માટે એક સુંદર પસંદ:

હોવર ઇલેક્ટ્રિક સ્કૂટર મુખ્યત્વે સ્ટૂડન્ટો ને ધ્યાનમાં રાખી ને બનાવવામાં આવ્યું છે અને તેની ટોપ સ્પીડ 25 કિમી પ્રતિ કલાક છે. એટલા માટે તેને ચલાવવા માટે તમારે કોઈ પણ પ્રકારના લાયસન્સની જરૂર નથી પડતી. આ ઇલેક્ટ્રિક સ્કૂટરને 12-18 વર્ષના યુવાનો અનુસાર ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેમાં 25 એએચ રિચાર્જેબલ લિથિયમ-આયન બેટરી આપવામાં આવી છે, જે 3 સેકન્ડમાં 0-25 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે. કંપનીએ દાવો કર્યો છે કે એકવાર ફુલ ચાર્જ થયા બાદ ઇ-સ્કૂટર 110 કિમી સુધીની રેન્જ આપે છે.

ફીચર્સ અને કિંમત:

કોરિટ ઇલેક્ટ્રિકના જણાવ્યા અનુસાર હોવર ઇલેક્ટ્રિક સ્કૂટર સ્માર્ટફોન કનેક્ટિવિટી સાથે આવે છે. આરામદાયક મુસાફરી માટે, આગળના ભાગમાં ટેલિસ્કોપિક ફોર્ક્સ અને પાછળની તરફ સ્પ્રિંગ સસ્પેન્શન છે. મહત્વ ની વાત કરીએ તો અહીં ફ્રન્ટ અને રિયર વ્હીલ્સમાં અનુક્રમે 200 એમએમ અને 180 એમએમની ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. હોવર ઇવીની કિંમત 84,999 રૂપિયા રાખવામાં આવી છે અને ગ્રાહકો તેને 15,000 રૂપિયાની ટોકન રકમ પર બુક કરાવી શકે છે.

Scroll to Top