આ રીતે તમે ચેક કરી શકો છો કોણ વાપરી રહ્યું છે તમારું આધાર

શું તમે જાણો છે કે તમારો આધાર નંબર કયાં-કયાં યુઝ થઈ રહ્યો છે. કદાચ તમને યાદ પણ નહિ હોય કે તમે કેટલી વાર અને કઈ-કઈ જગ્યાએ પોતાના આધારની ફોટોકોપી કે તેની ડિટેલ આપી છે. પરતું તમે ડિટેલમાં જાણી શકો છો કે આધાર નંબરનો યુઝ કયાં થઈ રહ્યો છે. તેનાથી તમે એ પણ જાણી શકશો કે તમારા આધાર નંબરનો કોઈ ખોટો ઉપયોગ તો કરી રહ્યું નથીને. કોઈ એવી જગ્યાએ તો તમારા આધારનો યુઝ નથી થઈ રહ્યોને, જેની જાણ તમને ના હોય.

યુનિક આઈડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ ઈન્ડિયા (યુઆઈડીએઆઈ)એ તેને ચેક કરવાની સુવિધા આપી છે. આ ઓથોરીટી તમારા આધારને મેનેજ કરે છે. જો તમારે પોતાના આધારની ચકાસણી કરવી હોય તો તમે આ રીતે કરી શકો છો. વાંચો સંપૂર્ણ પ્રોસેસ…

  1.  આધાર ઓથોન્ટિકેશન હિસ્ટ્રી પેજ પર જાઓ આની લીન્ક છે https://resident.uidai.gov.in અહીં આધાર સર્વિસિસની નીચે તમને Aadhaar Authentication History લખેલું જોવા મળશે. આ લીન્ક પર ક્લીક કરો.
  2. અહીં તમારો આધાર નંબર અંને તસ્વીરમાં આપેલો સિક્યોરીટી કોડ નાખો.
  3. ઓટીપી જનરેટ કરવા માટે ક્લિક કરો.
  4. તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે.
  5. ઓટોપીને ભરો અને સબમિટ કરી દો. ઓટીપી ભરતા પહેલા તમારે એ સમય સીમા પણ સિલેકટ કરવાની રહેશે, જેની ડિટેલ તમને જોઈએ છીએ.
  6. બાદમાં તમને તારીખ અને સમયના હિસાબથી સંપૂર્ણ ડિટેલ મળી જશે કે તમારા આધારને કયાં-કયાં યુઝ કરવામાં આવ્યું છે. એટલે કે કેટલી વાર તમારા આધારને વેરિફાઈ કરવા માટે ઓથોરીટીની પાસે રિકવેસ્ટ આવી છે.
  7. જો તમને કઈક ગડબડ દેખાય છે તો તમે તેની ફરિયાદ કરી શકો છો. તમે તમારા આધારની જાણકારીને ઓનલાઈન લોક પણ કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top