PM નરેન્દ્ર મોદીનું ટ્વીટર એકાઉન્ટ કોના દ્વારા કરવામાં આવ્યું હેક? બિટકોઈન અંગે શું ટ્વીટ કરાયું અને PMO એ શું કહ્યું?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેક થયાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાને લીધે સાયબર સેલ અને સુરક્ષા એજન્સીઓ કામ પર લાગી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેક થયાના સમાચાર મળતાની સાથે જ તાત્કાલીક અસરથી પીએમઓ ઓફિસ પર તેને લઈને સખ્ત પગલાં ભરવામાં આવી રહ્યા છે. સુરક્ષા એજન્સીઓને પણ સમગ્ર બાબતની તપાસ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ટ્વિટર અકાઉન્ટ હેક કરીને તેમની બિટકોઈન અંગે ટ્વીટ કરવામાં જણાવ્યું હતું. આ પ્રકારની ઘટના સામે આવતા જ તાત્કાલીક સાયબર વિભાગ દ્વારા પ્રધાનમંત્રીનું એકાઉન્ટ સૌથી પહેલાં સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. તેની સાથે જ બિટકોઈન અંગે કરાયેલું ટ્વીટ પણ પીએમઓના હેન્ડલ પરથી દૂર કરી દેવામાં આવ્યું છે. જ્યારે સમગ્ર મામલા અંગેની જાણકારી ખુદ પીએમઓ એટલે કે પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા આપવામાં આવેલ છે.

પીએમઓ ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને આ ઘટના અંગે જાણકારી આપવામાં આવી છે. આવું ટ્વીટ કોણે કર્યું? કઈ રીતે પીએમના એકાઉન્ટથી ટ્વીટ કરવામાં આવ્યું? આ પ્રકારનું ટ્વીટ કરવા પાછળનો શું ઈરાદો છે? તે તમામ સવાલોનો જવાબ મેળવવા માટે સુરક્ષા એજન્સીઓ અને સાયબર નિષ્ણાંત દ્વારા કામ શરુ કરી દેવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, પીએમ મોદીના ટ્વિટર પર એક ટ્વીટમાં દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, ‘ભારતના અધિકારથી બીટીકોઈનને કાયદાકીય માન્યતા આપવામાં આવી છે અને સરકાર પણ 500 BTC ખરીદીને લોકોને વહેચણી કરી રહી છે. તેમ છતાં આ સમગ્ર વાત ઉપજાવી કાઢેલી અને પાયાવિહોણી હોવાનું પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે.

Scroll to Top