આ મહિલાને ભુલથી એક સાથે લગાવ્યા કોવિડ વૈક્સીનના 6 ડોઝ, જાણો પછી શું થયું…

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

દુનિયામાં કોવિડ -19 (Covid-19) મહામારીને શરૂ થયે એક વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે. આ સમય દરમિયાન ઘણા દેશોમાં લોકડાઉન લાગયા, આર્થિક સંકટ આવ્યું, મેડિકલ સંશોધન કરવામાં આવ્યા, ફ્રન્ટ લાઇન વર્કરોની રાતદિવસ મહેનત સહિતની ઘણી બધી બાબતો પર આપણી સામે સમાચાર આવ્યા છે. જે કોવિડ -19 (Covid-19) વૈકસીનેશન સાથે જોડાયેલ છે. કોવિડ સામે લડવા માટે મોટા ભાગે 2 ડોઝ પૂરતા છે, જ્યારે ઇટાલી (Italy) માં એક યુવતીને વેક્સીનના 6 ડોઝ આપવામાં આવ્યા છે.

આ છે કારણ

23 વર્ષની આ મહિલાને હાલ માં જ ફાઇઝર-બાયોએનટેક (Pfizer-BioNTech) વૈકસીનના 6 ડોઝ આપવામાં આવ્યા છે, અને તે પણ એક જ સમયે એક સાથે આપવામાં આવ્યા છે. ન્યૂઝ એજન્સી એજીઆઈએ ગઈકાલે જણાવ્યું છે કે કે આ મહિલાને આટલા બધા વૈકસીનના ડોઝ ભૂલથી આપી દેવામાં આવ્યા છે. ખરેખર, નર્સે આ વૈકસીનની શીશીમાંથી એક ડોઝ આપવાની જગ્યાએ આખી શીશી જ ભુલથી યુવતીને ઈંજેકટ કરી દીધી હતી. વૈકસીનની આ માત્રા 6 ડોઝ ના બરાબર હતી.

નથી થઇ કોઈ ખરાબ અસર

જો કે રાહતની વાત એ છે કે 6 ડોઝ લીધા પછી પણ આ મહિલાની તબિયત બરોબર છે. તેના પર વૈકસીન ઓવરડોઝની કોઈ ખરાબ અસર થઇ નથી. જો કે, વૈકસીનના ઓવરડોઝ પછી તરત જ તેને ફ્લુઇડ્સ (Fluids) અને પેરાસીટામોલ (Paracetamol) આપી દેવામાં આવ્યા હતા.

એએફપીના રિપોર્ટ અનુસાર, દેશના મેડિકલ રેગ્યુલેટરને આ ઘટના અંગે માહિતી આપી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે હાલમાં આ વૈકસીન 90 દેશોમાં લોકોને આપવામાં આવી રહી છે. ટૂંક સમયમાં કંપની સિંગાપોરમાં પણ વૈકસીનનું ઉત્પાદન શરૂ કરવા જઈ રહી છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો