બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચાને શુટિંગ દરમિયાન આવ્યો અટેક

બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચાની છેલ્લા ઘણા દિવસથી તબિયત ખરાબ ચાલી રહી છે તેમ છતાં અભિનેત્રીએ શૂટિંગ સતત ચાલુ રાખેલ છે. શૂટિંગ દરમિયાન નુસરત ભરૂચાની તબિયત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તે માંડ માંડ ઊભી થઈને વાત કરવામાં સક્ષમ રહેતી હતી. નુસરતની તબિયત અચાનક જ ખરાબ થઈ જતા તેને ફિલ્મના સેટ પરથી જ હિન્દુજા હોસ્પિટલ દાખલ કરવામાં આવી છે.

જ્યારે નુસરત ભરૂચાની વાત કરવામાં આવે તો તે લવ રંજનની એક ફિલ્મનું શૂટિંગ મુંબઈના ફિલ્મ સ્ટૂડિયોમાં કરી રહી હતી. પરંતુ નુસરત ભરૂચાને ચક્કર આવ્યા બાદ ફિલ્મનું શૂટિંગ રોકી દેવાયુ છે. ફિલ્મમેકરે નુસરતની સાથે 23-24 દિવસનું શૂટિંગ કર્યું હતું અને હજુ તો તેની સાથે મોટાભાગના સીનનું શૂટિંગ બાકી પણ છે.

ફિલ્મની અન્ય કાસ્ટ પણ શૂટિંગ ના કરવાના કારણે તેમનાં સીન્સ પણ નુસરતની સાથે વધારે રહેલા છે. સંપર્ક કરવામાં પર નુસરત ભરૂચાએ આ વાતની પુષ્ટિ કરી અને જણાવ્યું છે કે ડોક્ટરોએ તેને વર્ટિગો એટેક ગણાવ્યો છે, જે કદાચ તણાવના કારણે આવેલ છે. તાજેતરની મહામારીએ ભાવનાત્મક, શારીરિક અને આર્થિક રીતે દરેકને ભારે નુકસાન પહોંચ્યું છે.

નુસરતે જણાવ્યું છે, હું આ ફિલ્મના શૂટિંગ દરમિયાન એક હોટેલમાં રોકાણ કર્યું હતું. હોટેલ સેટથી નજીક રહેલી હતી. આજના સમયમાં મને લાગે છે એ સારું રહેશે કે, કેમ કે તેનાથી મને મારા ઘરેથી સેટ સુધી પહોંચવાનો જે સમય લાગે છે તે બચી જાય છે. એક દિવસ, લગભગ ત્રણ સપ્તાહના શૂટિંગ બાદ, મને કમજોરી મહેસૂસ થઈ અને મેં શૂટિંગ પર જવાની ના પાડી દીધી હતી.

નુસરત ભરૂચાએ આગળ કહ્યું છે કે, મે વિચાર્યું છે કે, હું એક કે બે દિવસમાં સ્વસ્થ થઈ જઈશ પરંતુ બીજો દિવસ પણ મારી તબિયત ખરાબ હતી તેમ છતાં હું સેટ પર પહોંચી અને થોડી મિનિટ બાદ આ બધું થઈ ગયું હતું. હું કંઈપણ કરી શકી નહી અને મને હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાં મને વ્હીલચેર પર ઉપર લઈ જવામાં આવી હતી. મારું બ્લડ પ્રેશર ત્યારે ઘટીને 65/55 પહોંચી ગયું હતું.

Scroll to Top