નુસરત જહાંનો ખુલાસો: યશ દાસગુપ્તા સાથેના સંબંધો તૂટવાના જ હતા, કારણ હતું…

અભિનેત્રી નુસરત જહાં અવારનવાર પોતાના સંબંધોને લઈને ચર્ચાઓમાં રહે છે. ક્યારેક તેના લગ્ન માટે, તો ક્યારે તેની પ્રેગ્નેન્સીને લીધે, તો ક્યારેક એના બોયફ્રેન્ડ વિશે. હવે ફરી એકવાર તે ચર્ચાઓમાં આવી ગઈ છે, કારણ કે અભિનેત્રીએ પોતે સામે ચાલીને તેના અને યશ દાસ ગુપ્તાના સંબંધો વિશે ઘણા ખુલાસા કર્યા છે. નુસરત એક રેડિયો શો હોસ્ટ કરી રહી છે, જેમાં તેણે જણાવ્યું કે કેવી રીતે તેનો અને યશનો સંબંધ તૂટવાની અણી પર હતો પરંતુ તેણે તેને ફિલ્મી અંદાજમાં બચાવી લીધો.

નુસરતે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર તેના પર એટલા બધા અંગત હુમલા થયા કે તેણે અલગ થવાનો નિર્ણય કરી લીધો હતો. ‘પરંતુ એક દિવસ યશ મારા ઘરની નીચે આવ્યો અને મને તેની કારમાં બેસવાનું કહ્યું. જો કે તે સમયે અમારી વચ્ચે કંઈ સારું ચાલતું નહોતું, પણ પછી બધું સારું થઈ ગયું અને પછી અમે સાથે રહેવાનું નક્કી કર્યું.’ આના પર યશ કહે છે કે આ રીતે બંનેની જર્ની શરૂ થઈ હતી.

બંનેને તેમની લવ સ્ટોરી વિશે આગળ પૂછવામાં આવ્યું. યશે પણ નુસરત સાથે મસ્તી કરતા કહ્યું કે જણાવો કે આ બધું કેવી રીતે થયું? આના પર અભિનેત્રી કહે છે, ‘હું તમારી સાથે ભાગી ગઈ હતી.’ પછી યશ પૂછે છે કે શું બંને રસ્તા પર હાથ પકડીને ભાગ્યા હતા? આના પર અભિનેત્રી શરમાઈને કહે છે, ‘ના ના હું બસ તમારી સાથે ભાગી હતી. એક શબ્દમાં કહું તો હું બસ તમારી સાથે ભાગી હતી. આ મારો પ્રેમ હતો. મારી પસંદગી હતી. મને તમારી સાથે પ્રેમ થઈ ગયો હતો. અને તે પછી શું થયું તે બધા જ જાણે છે.’

જણાવી દઈએ કે નિખિલ જૈનથી અલગ થયા બાદ નુસરત અને યશના લગ્નની ખબરો આવી હતી. પરંતુ બંને તરફથી આ અંગે કોઈ પુષ્ટિ થઈ નથી. હાલમાં બંને પોતાના બાળક સાથે પેરેન્ટહૂડ એન્જોય કરી રહયા છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો