Home India 26/11 ના હુમલામાં શહીદ થયેલા ઓફિસરો પોતાનો જીવ ગુમાવીને લાખો મુંબઇ વાસીઓનો...

26/11 ના હુમલામાં શહીદ થયેલા ઓફિસરો પોતાનો જીવ ગુમાવીને લાખો મુંબઇ વાસીઓનો જીવ બચાવ્યો હતો, વાંચો આ અહેવાલ

૨૬-૧૧ નો દિવસ એટલે કાળ નો દિવસ જ્યારે મુંબઈ મા પાકિસ્તાન થી આવેલા 10 આંતકવાદિઓ એ કત્લેઆમ મચાવ્યો બાળકો, સ્ત્રીઓ, વૃધ્ધો કોઈ ની પરવા ન કરી 164 લોકો શહીદ થયા હતા. પણ જ્યારે હુમલો થયો ત્યારે આપણા દેશવાસીઓ તેમજ વિદેશી પ્રવાસીઓ ને બચાવા માટે કેટલાય પરમ વીરો એ શહાદત વહોરી, એમના પણ માતા પિતા હતા એમના પણ પત્ની અને બાળકો ઘરે રાહ જોતા હતા છતાં પણ આપણી માટે તે શહીદ થયા.

પણ દુર્ભાગ્ય ની વાત છે કે આપણે આવા વિરો ને ભૂલી જાઇએ છીએ કે જેણે આપણી આઝાદી અને આપણી સલામતી પાછળ પોતાના છોકરા ને અનાથ કર્યા છે પોતાની પત્ની ને વિધવા કરી છે.

તુકારામ ઓમબ્લે

નીવૃત ફૌજી અસ્સીસ્ટંટ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા તુકારામ

શિવાજી ટર્મિનલ પાસે પોતાની ટુકડી સાથે લાઠી લઈ ફરજ બજાવતા હતા જ્યારે કસાબ ની ગાડી પોલિસ સામે આવી હવે આતંકવાદી ને ભાગવાનો રસ્તો ન હતો નીડર તુકારામે ગાડી પાસે જઈ કસાબ ને બન્ને હાથ થી પકડયો અને કસાબ એ બચવા માટે પોતાની AK 47 ની બધી જ ગોળીઓ તુકારામ ના પેટ મા ઉતારી દીધી તુકારામ ના આખા શરીર મા ગોળીઓ હોવા છતાં પણ પોતાના અંતિમ શ્વાસ સુધી કસાબ ને છોડયો નહીં અને શહિદ થયા. કસાબ ને પકડવા માટે પરમ નીડર તુકારામ ઓમબ્લે એ પોતાનું જીવન અર્પણ કરી દીધું.

તુકારામ ઓમ્બલે કે જેઓ 1954માં જન્મ્યાં અને મુંબઇ પોલીસમાં આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા હતા તેઓ ક્યારેય મીડિયા માં ચમક્યા હોઈ કે નહીં પણ તેઓ 26/11/2008 ના રોજ સમગ્ર દેશના લોકો મુંબઇ પોલીસ પર ગર્વ લઈ શકે તેવું કામ કરી ગયા..

તુકારામ 1991 માં ઇન્ડિયન આર્મી માંથી રિટાયર્ડ થઈ ને મુંબઇ પોલીસ માં આવ્યા હતા

તારીખ- 26/11/2008

પુરા મુંબઈમાં આતંકવાદીઓ એ કહેર વરસાવ્યો હતો.લોકો પણ ભય ના માહોલમાં હતા. ત્યારેજ એક પોલીસ જીપ માં એનાઉન્સમેન્ટ થાય કે આંતકવાદીઓ સિલ્વર કલરની સ્કોડામાં હોઈ શકે છે…એને કોઈપણ ભોગે રોકવી પડશે. આ ઓર્ડર મળતાજ મુંબઇ પોલીસ સજ્જ થઈ ગઈ. અને એલર્ટમોડ પર આવી ગઈ.

રોડ પર આવતી જતી તમામ ગાડીઓનું ચેકીંગ ચાલી રહ્યું હતું. બેરીકેડિંગ થઈ ગયું જેથી કોઈપણ ગાડી વગર ચેક થયે અને ખાસ તો સિલ્વર કલરની સ્કોડા જેના માટે આદેશ હતો તે છૂટી ના જાય

ત્યાંજ થોડીવારમાં સિલ્વર કલરની સ્કોડા ગાડી દેખાઈ , ગાડી નજીક પણ આવી પરંતુ પોલીસ દ્વારા કરવામાં આવેલ બેરીકેડિંગ જોઈને ધીમે થઈ અને રોકાઈ ગઈ. મુંબઇ પોલીસ એ ખુબ એનાઉન્સમેન્ટ કર્યું કે ગાડી માંથી નીચે ઉતરો પણ ગાડીમાં બેઠેલ બે આંતકવાદીઓ કોઈ જવાબ નહોતા આપતા.

અને અચાનક એ ગાડી જે રસ્તે આવી હતી ત્યાં રિટર્ન જવા તૈયારી કરવા લાગી. પણ મુંબઇ પોલીસ એ બંધુકો સજ્જ કરી દીધી અને નિશાને લીધી સિલ્વર સ્કોડા ને અને ધબધાબાટી બોલાવી ને ફાયરિંગ કર્યું પછી મુંબઇ પોલીસ એ બેરીકેડિંગ થી આગળ આવી ને, મુંબઇ પોલીસ ની ખાખી વર્ધિ,ભૂરી ટોપી અને હાથમાં 3-4 ફૂટ નો દંડો લઈ ને ગાડી નજીક આવ્યા ત્યાં એક આતંકવાદી મૃત્યુ પામ્યો હતો અને એક મૃત હોવાનું નાટક કરી પડી ગયો હતો. જેથી તુરંત મુંબઈ પોલીસ એ કાર નો દરવાજો ખોલ્યો અને જોયુ કે આ જીવતો છે. અને કસાબ બંધુક Ak47 ઉઠાવી ને ફાયરિંગ કરે એ પેહલા તુકારામ ઓમ્બલે એ બંધુક પકદી રાખી જેથી એ બંધુક ફેરવિં ના શકે પણ બંધુક નું નાડચુ પોતાના શરીર બાજુ રાખ્યું હતું. સિંહ જેવા તુકારામ એ એક હાથે લાકડી થી કસાબ ને મારવાનું ચાલુ કર્યું પણ રાક્ષસ રૂપનો કસાબે ફાયરિંગ ચાલુ કરી દીધું. પણ મરતા મરતા પણ કસાબ ને પોતાના પથ્થર જેવા હાથ થી તુકારામ એ દબોચી લીધો એક બુલેટ પછી, પોલિસ તુકારામ નું સમગ્ર શરીર તાણગ્રસ્ત થઈ ગયું. પણ તેઓ કસાબ ને ખેંચી ને ગાડી બહાર કાળી નાખ્યો અને બીજા સાથીઓ એ ત્યાં સુધી કસાબ ની AK47 પર કબજો જમાવી લીધો પણ અફસોસ કે કસાબ ને પકડનારા ઓમ્બલે એ જિંદગી સાથે હાર માની લીધી.

સમગ્ર દુનિયામાં પોલીસ હમેશા પોતાના ડ્યુટીને વફાદાર રહે છે અને પોતાના કર્તવ્ય નિષ્ઠા ના લીધે પંકાઈ છે એ સાબિત કરી બતાવ્યું તુકારામ ઓમ્બલે એ

પોલીસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર – તુકારામ ગોપાલ ઓમ્બલ જે આ દુનિયામાં નથી, પરંતુ 130 મિલિયન ભારતીયોના હૃદયમાં છે અને ઉપરથી બધું જોઈ રહ્યા છે. મુંબઇ પોલીસના યુવાનો લાખો જે દેશ માટે ભોગ આપે છે સેવા આપે છે તેમને સલામ

પરમવીર શાહિદ તુકારામ ઓમ્બલે

તાજ હોટેલ પર આતંકવાદી ઓ દ્વારા નરસંહાર દેશ નહિ દુનિયા ને હચમચાવી નાખનાર કૃત્ય હતું. સોશિયલ મીડિયામાં તો પાકિસ્તાન સામેં બ્યુગલ વગાડી દીધા હતા. મુંબઈ માં રાજમાર્ગો પર આતંકીઓ લોહિની હોળી રમી રહ્યા હતા. મુસાફરોની સ્કોડા કાર ને આંતરી કાર લઈ આવવાના મેસેજ મળતા કડક નાકા બન્ધી થઇ. હેડ કોન્ટેબલ તુકારામ ઓમ્બલે ફરજ પર કડક નાકા બન્ધઈમાં હતા. દૂરથી સ્કોડા ગાડી જોતા હેડ કોન્સ્ટેબલ બેરિગેટર થી રસ્તો બન્ધ કરે છે. ગાડી માંથી બહાર નીકળવા ચેતવણી આપે છે કોઈ નીકળતું નથી. ગાડી પર ફાયરીંગ કરી આખી ગાડી વીંધી નાખે છે. ગાડી પાસે જઈને જોવે છે એક આતંકી યાને કસાબ જીવતો હોય છે. અંધાધૂંધ ફાયરીંગ ચાલુ કરે એ પહેલાં તુકારામ ઓમ્બલે કસાબની AK47 પકડી રાખી છે. પોતાની છાતી માં ગોળી આરપાર નીકળે પણ ગન મુક્તા નથી. કસાબ ને બીજા સુરક્ષાકર્મીઓ પકડી ને ઢોરમાર મારે છે અને જીવતો પકડી લે છે. તુકારામ ઓમ્બલે સ્થળ પર જ ભારતમાતા ના ચરણો માં પોઢી ગયા.

36 ગોળી વીર તુકારામ ઓમ્બલે ના શરીરમાંથી નીકળી. નશ્વર દેહના મુખ પર પણ એ જ ગૌરવથી ભરેલ મુદ્રા દેખાતી હતી. તુકારામ ઓમ્બલે એ કસાબની ગન ન પકડી હોત તો સેંકડો અધિકારી અને અનેક લોકો પોતાનો જીવ ખોઇ બેસે.

હેમંત કરકરે

મુંબઈ વિરોધી આતંકવાદી ટુકડી ના ચિફ એવા હેમંત કરકરે પોતાના મિત્ર નો ફોન આવતા જ આતંકવાદીઓ ને પકડવા સ્થળ પર પહોંચ્યા

લાલ ગાડી મા છુપાયેલા આતંકવાદી એટલે કે કસાબ ને પકડવા ગોળીઓ છોડવામાં આવી નીડર હેમંત કરકરે એ એક ગોળી કસાબ ના ખંભા ઉપર મારી અને કસાબ ની બંધુક હાથ માંથી છૂટી ગઈ પણ આતંકવાદી ની ત્રણ ગોળી હેમંત કરકરે ના શરીર પર લાગી…

માં ભારતી નો આ વીર પુત્ર હસતાં મોઢે શહીદ થયો.

વિજય સાલસ્કર

પોલિસ ઈન્સ્પેક્ટર અને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ વિજય

સાલસ્કર ને માહિતી મળી કે આંતકવાદિઓ કામાં હોસ્પિટલમાં છે પોતાની ટુકડી સાથે ત્યાં પહોંચ્યા..

આતંકવાદીઓ ને પકડવા માટે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ વિજય સાલસ્કર ૩ ઓફિસર અને ૪ કોંસ્ટેબલ સાથે પોતાની ગાડીમાં કામાં હોસ્પિટલ પહોંચ્યા અને કોઈ પણ સંજોગો મા આતંકવાદીઓ ને પકડવા ના જૂનુંન સાથે ગોળીબારી ચાલુ કરી. સામસામે ની ગોળીબારી મા વિજય સાલસ્કર ઉચ્ચતમ બલિદાન ને ભેટયા

શહીદ સંદીપ ઉન્નીકૃષ્ણ

ઓપરેશન બ્લેક ટોરનેડો ચાલુ થયું તાજ હોટલ મા છુપાયેલા આતંકવાદી ને મારવા માટે ૩૧ વર્ષ ના સંદીપ ઉન્નીકૃષ્ણ (NSG COMMANDO) એ અંદર ફસાયેલા લોકો ને બચાવા માટે પોતાની ટીમ સાથે તજવીજ શરૂ કરી આતંકવાદીઓ સાથે ની લડાઈ મા પોતે ગોળીઓ થી ઘાયલ થયા હતા છતાં પણ પોતાની ટીમ ને કહ્યું “તમે ઉપર નો આવતા હું સંભાળી લઈશ” અને પછી અચાનક આતંકવાદી ની એક ગોળી પાછળ થી લાગી પોતાના સાથીઓ ની જાન બચાવી અને પોતાના મા બાપ નો એક નો એક દિકારો શહાદત ને ભેટયો.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here