કોરોના રહ્યો સાઇડમાં….સોમવારથી શાળા-કોલેજો ઓફલાઇન શરૂ

ગુજરાત રાજ્યમાં વધતાં કોરોના કેસને કારણે સરકાર દ્વારા અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા. જ્યારે હવે રાજ્ય સરકારે શાળા અને કોલેજોને લઇને નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છેઆજે ગુજરાત સરકારની કોર કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમા 21 તારીખથી શાળા અને કોલેજ ઓફલાઇન શરૂ કરવામાં આવશે.જેમા અનેક કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.

ગુજરાતમાં સોમવારથી તમામ શાળા કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવશે.છેલ્લા બે વર્ષથી મોટેભાગે બંધ શાળાઓ શરૂ કરવા માટે રાજ્ય સરકારેમહત્વનો નિર્ણય લીધો છે. શિક્ષણના તથા વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખીને અધિકારીક રીતે તમામ પ્રકારની શાળા કોલેજોને ઓફલાઇન શિક્ષણ આપવા માટેની છુટ આપી દેવામા આવી છે.

21 ફેબ્રુઆરીથી રાજ્યમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થશે. શાળા-કોલેજોમાં ઓનલાઇન શિક્ષણનો વિકલ્પ બંધ કરી દેવામા આવ્યો છે. તેવામાં હવે તમામ પ્રકારનું ઓનલાઇન શિક્ષણ કાર્ય બંધ થઇ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી શાળાઓ, કોલેજો અને અન્ય વિદ્યાર્થીઓ ઓફલાઇન શિક્ષણ માટે તત્પર હોય છે.

Scroll to Top