ઓફલાઇન શિક્ષણ શરુ કરવું બન્યું મુશ્કેલ, રાજ્યમાં અત્યાર સુધી 100 થી વધુ વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ આવ્યા

રાજ્યમાં સતત કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. તેની સાથે સ્કૂલોમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. સ્કૂલોના વિદ્યાર્થીઓ પણ હવે કોરોના થઈ રહ્યો છે. રાજ્યની સ્કૂલોમાં અત્યાર સુધીમાં 100 જેટલા વિદ્યાર્થીઓને કોરોના થયો છે.

જ્યારે ગઈકાલના પણ શહેરમાં ઉદગમ અને ઝેબર સ્કૂલમાં વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. જ્યારે આજે સી.એન. વિદ્યાલયમાં એક અને સંત કબિર સ્કૂલમાં 2, ઉદગમ સ્કૂલમાં વધુ એક અને વેજલપુરની લોટસ સ્કૂલમાં એક, મહારાજા અગ્રસેન સ્કૂલમાં 3, DPS સ્કૂલમાં 1 એમ કુલ 9 વિદ્યાર્થીને કોરોના થયો છે. અમદાવાદની સ્કૂલોમાં કોરોનાના કેસનો આંકડો હવે 21 પહોંચ્યો છે. તેની સાથે સુરત, રાજકોટ તથા વડોદરા જેવા શહેરોમાં પણ સ્કૂલમાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે.

તેની સાથે સ્કૂલોમાં ઓફલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે, જેના લીધે મોટા ભાગના વાલીઓ બાળકોને સ્કૂલે મોકલી રહ્યા છે. એક અઠવાડિયાથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી સ્કૂલો દ્વારા DEO કચેરીમાં જાણ કરી હોય તે રીતે કેસ દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી કેટલીક સ્કૂલોએ કેસ આવ્યા છતાં DEO કચેરીએ જાણ કરવામાં આવી નથી, એવું શિક્ષણ વિભાગના એક અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે.

છેલ્લા થોડા દિવસોથી અંદાજે 100 જેટલા બાળકો કોરોના સંક્રમિત થતા વાલીઓમાં ભયનો માહોલ ઉભો થઈ ગયો છે. છે. આ કારણે વાલીઓ ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. સંચાલકો અને સરકાર શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરી ફરી ઓનલાઈન ચાલુ કરવાને બદલે વાલીઓના ભરોસે શાળાઓ ચલાવતા હોય તેવું જોવા મળી રહ્યું છે.

અમદાવાદની સ્કૂલોમાં નોંધાયેલ કોરોનાના કેસ

નિરમા સ્કૂલ – 4
નવકાર સ્કૂલ -1
ઉદગમ સ્કૂલ – 4
ટર્ફ સ્કૂલ – 1
સી એન વિદ્યાલય – 1
સંત કબીર સ્કૂલ – 2
ઝેબર સ્કૂલ – 1
સત્ત્વ વિકાસ સ્કૂલ – 1
લોટસ સ્કૂલ – 1
DPS સ્કૂલ – 1
મહારાજા અગ્રેસન – 4

Scroll to Top