અમેરિકાનો મોટો દાવો, કોરોના રસી લીધેલ લોકોએ માસ્ક અને સોશ્યિલ ડિસ્ટર્ન્સિંગનું પાલન કરવું જરૂરી નથી

દુનિયાભરમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. હાલના સમયે દુનિયા ભરમાં કોરોના સંક્રમણની સંખ્યા વધીને 16 કરોડ 17 લાખ 23 હજાર ને વટાવી ગઈ છે. જયારે કોરોના સંક્રમણને અટકાવવા માટે કોરોના વૈકસીનેશન ના કાર્યક્રમો ઘણા દેશોમાં હાથ ધરવામાં આવી રહ્યા છે. જયારે, અમેરિકાથી એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. અહીં, રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રોનું કહેવું છે કે, સંપૂર્ણ રીતે કોરોનાની રસી લીધેલ લોકો સલામત છે.

વૈકસીનના બંને ડોઝ પછી વ્યક્તિ સલામત: CDC

દુનિયામાં કોરોના સંક્રમણથી ખરાબ રીતે ચપેટમાં આવેલ અમેરિકાના રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર (સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન) એ જણાવ્યું છે કે કોરોના વૈકસીનના બંને ડોઝ લઇ લીધેલ વ્યક્તિઓ માસ્ક અને સોશ્યિલ ડિસ્ટર્ન્સિંગ (સામાજિક અંતર) ને ફોલો કર્યા વગર કાર્યને ફરીથી શરૂ કરી શકે છે. તમને જણાવી દઇએ કે કોરોના સંક્રમણના નિવારણ માટે માસ્ક પહેરવું અને જાહેર સ્થળો પર 6 ફૂટનું સોશ્યિલ ડિસ્ટર્ન્સિંગ ને ફોલો કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે.

અમેરિકામાં સૌથી વધુ સંક્રમિત

અમેરિકા વિશ્વમાં કોરોના સંક્રમિત દેશોની યાદીમાં પહેલા સ્થાને છે. અહીં અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 15 હજારથી વધુ કોરોના સંક્રમિત સામે આવ્યા છે. જેમાંથી અત્યાર સુધીમાં 5 લાખ 98 હજારથી વધુ લોકોના મોત થઇ ગયા છે. જયારે હાલમાં 63 લાખ 58 હજારથી વધુ લોકો કોરોના એક્ટિવ સંક્રમિત તેમની સારવાર કરાવી રહ્યા છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 2 કરોડ 66 લાખથી વધુ સંક્રમિત લોકો સારવાર બાદ સાજા થયા છે.

ત્યારે હાલમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને સંપૂર્ણ રસીકરણ કરાવનારા લોકોને માસ્ક પહેરવાની જરૂરિયાતને દૂર કરવા માટે રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રોના નવીનતમ માર્ગદર્શિકાની પ્રશંસા કરી છે. અને હજુ સુધી જે લોકોએ કોરોના વેક્સીન ન લીધી હોય તેમને ચેતવણી આપતા કહ્યું છે કે આ લોકો વેક્સીન નો બંને ડોઝ ના લે ત્યાં સુધી તેઓ પોતાનું ધ્યાન રાખવું જોઈએ.

જયારે વ્હાઇટ હાઉસમાં જો બિડેને કહ્યું, ‘થોડા કલાકો પહેલા, રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો, સીડીસીએ જાહેરાત કરી હતી કે હવે સંપૂર્ણ રસી અપાયેલા લોકોને માસ્ક પહેરવાની જરૂર નથી. અને આટલી મોટી સંખ્યામાં અમેરિકનો એ આટલી ઝડપથી રસીકરણ કરવામાં જે સફળતા મેળવી છે તેનાથી જ આ શક્ય બન્યું છે.

Scroll to Top