શારદીય નવરાત્રી હિંદૂ ધર્મમાં ખાસ મહત્વ ધરાવે છે. આ પર્વ શરૂ થતા પહેલા જ દેશભરના ઘણા રાજ્યોમા તેને લગતી તૈયારીઓ જોવા મળે છે.આજે નવલા નોરતાની શરૂઆત થઈ રહી છે. રૂમઝુમ કરતાં માતા પધારી રહ્યા છે. ત્યારે આજે પ્રથમ નોરતે માતા શૈલપુત્રીનું પૂજન કરવામાં આવે છે. આ વખતના શારદીય નવરાત્રીની વાત કરીએ તો અમે તમને પહેલા જ જણાવી દઈએ કે આ વખતે નવરાત્રી 29 સપ્ટેમ્બરથી શરૂ થઈને 8 ઓક્ટોબર સુધી રહેશે. 8 તારીખે દશેરા મનાવવામાં આવશે.
શૈલીપુત્રી આદિશક્તિ શ્રી દુર્ગાનું પહેલું સ્વરૂપ શ્રી શૈલીપુત્રીનું છે. આ પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાથી તેને શૈલીપુત્રી કહેવામાં આવે છે. શૈલપુત્રીનું પૂજન કરવાથી સૌભાગ્ય પ્રાપ્તિ થાય છે. બ્રહ્મચારિણી આદિશક્તિ શ્રી દુર્ગાનું બીજું સ્વરૂપ બ્રહ્મચારિણીનું છે. તેમણે ભગવાન શંકરને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે ઘોર તપસ્યા કરી હતી. એટલા માટે તે તપશ્ચારિણી અને બ્રહ્મચારિણીના નામથી ઓળખાય છે. બ્રહ્મચારિણીનું પૂજન કરવાથી કાર્યમાં સફળતા મળે છે. ચંદ્રઘંટા આદિશક્તિ દુર્ગાનું ત્રીજુ રૂપ એટલે શ્રી ચંદ્રઘંટા. આમના મસ્તક પર ઘંટના આકારનો અર્ધચંન્દ્ર છે. એટલા માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. માતા ચંદ્રઘંટાનું પૂજન કરવાથી ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાપ્ર્તિ થાય છે.
કૂષ્માંડા આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા. પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે, કૂષ્માંડાનું પૂજન કરવાથી આકર્ષણ મળે છે. સ્કંદમાતા આદિશક્તિ દુર્ગાનું પાંચમુ રૂપ એટલે શ્રી સ્કંદમાતા છે. શ્રી સ્કંદ (કુમાર કાર્તિકેય) ની માતા હોવાને કારણે તેમને શ્રી સ્કંદમાતા કહેવામાં આવે છે. સ્કંદમાતાનું પૂજન કરવાથી પુત્રસુખ મળે છે. કાત્યાયની આદિશક્તિ દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ એટલે શ્રી કાત્યાયની. મહર્ષી કાત્યાયનીની તપસ્યાથી પ્રસન્ન થઈને આદિશક્તિએ તેમના ઘરે પુત્રી સ્વરૂપે જન્મ લીધો હતો. એટલા માટે તે શ્રી કાત્યાયની કહેવાય છે. માતા કાત્યાયનીનું પૂજન કરવાથી ઇચ્છાપૂર્તિ થાય છે.
આદિશક્તિ શ્રીદુર્ગાનું સાતમું સ્વરૂપ એટલે શ્રી કાલરાત્રી છે. આ કાળનો નાશ કરનારી છે. એટલા માટે કાલરાત્રી કહેવાય છે. કાલરાત્રિનું પૂજન કરવાથી શત્રુ પર વિજય મેળવી શકાય છે. મહાગૌરી આદિશક્તિ દુર્ગાનું આઠમું સ્વરૂપ એટલે શ્રી મહાગૌરી. આમનો વર્ણ ગોરો છે એટલા માટે તેમને મહાગૌરી કહેવામાં આવે છે. મહાગૌરીનું પૂજન કરવાથી નવ નિધિ સુખ મળે છે.
સિદ્ધિદાત્રી આદિશક્તિ શ્રી દુર્ગાનું નવમું સ્વરૂપ એટલે શ્રી સિદ્ધિદાત્રીનું છે. આ બધા જ પ્રકારની સિધ્ધિઓની દાત્રી છે એટલા માટે તેને સિદ્ધિદાત્રી કહેવામાં આવે છે. સિદ્ધિદાત્રીનું પૂજન કરવાથી કાર્યસિદ્ધિ તથા સન્માન મળે છે.મિત્રો આતો હતી મન નવ રૂપ ની અને તેમના પૂજા વિશેની ટુક માં માહિતી હોવી જાણીયે નવરાત્રી ના પ્રથમ દિવાહ વિષે વિસ્તારમાં.
નવદુર્ગા હિંદુ ધર્મમાં શક્તિ ઉપાસનાની પરંપરાનાં દેવી છે. એમનાં નવ સ્વરૂપ માનવામાં આવ્યા છે. આ નવ સ્વરૂપ નીચે પ્રમાણે છે. શૈલપુત્રી નવદુર્ગાના સ્વરૂપના પ્રથમ દેવી છે.મા શૈલપુત્રીનું આયુધ ત્રિશૂળ છે. મા શૈલપુત્રીના જીવનસાથી ભગવાન શિવ છે. મા શૈલપૂત્રીનું વાહન ગાય છે.દેવી ભાગવત મુજબ હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે શૈલપુત્રી એ નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે.
જે હિમાલયની પુત્રી પાર્વતી તરીકે અવતરેલ. તેમના જમણાં હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ પુષ્પ તેમજ મસ્તક પર ચંદ્ર ધારણ કરેલો છે. તેમનું વાહન ગાય છે (ક્યાંક વૃષભ પણ કહ્યું છે). નવરાત્રીના પ્રથમ દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. નવરાત્રિનાં પ્રથમ દિવસે નવદુર્ગાનું શૈલ પુત્રી રૂપની પૂજા આરાધના થાય છે. શૈલ એટલે પર્વત. અને આ પર્વત પુત્રી એટલેમા દુર્ગાનું પ્રથમ રૂપ શૈલપુત્રી.
જે પાર્વતી તેમજ હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે.માર્કંડેયપુરાણમાં આ હિમાલય પુત્રી શૈલપુત્રીને પ્રથમ સ્થાન આપ્યું છે.હિમાલયની જેમ સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મનની જ્યોતિ ચંદ્રમાની શીતળતા છે. તેવા આપણા મનમાં સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી શૈલપુત્રી છે.પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે અવતરીત મા શૈલપુત્રી, વૃષભ પર બિરાજીત છે જેના જમણાં હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે.આ નવદુર્ગાઓની પ્રથમ નવદુર્ગા છે.પ્રથમ નોરતે માનું પૂજન અર્ચન કરવાથી જીવનમાં અપાર સુખ શાંતિ પ્રાપ્ત થાય છે.
દેવી ભાગવત મુજબ હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે શૈલપુત્રી એ નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે. જે હિમાલયની પુત્રી પાર્વતી તરીકે અવતરેલ. તેમના જમણાં હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ પુષ્પ તેમજ મસ્તક પર ચંદ્ર ધારણ કરેલો છે. તેમનું વાહન ગાય છે. નવરાત્રીના પ્રથમ દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે.નવરાત્રિનાં પ્રથમ દિવસે નવદુર્ગાનું શૈલ પુત્રી રૂપની પૂજા-આરાધના થાય છે. શૈલ એટલે પર્વત. અને આ પર્વત પુત્રી એટલેમા દુર્ગાનું પ્રથમ રૂપ શૈલપુત્રી.
જે પાર્વતી તેમજ હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે. માર્કંડેયપુરાણમાં આ હિમાલય પુત્રી શૈલપુત્રીને પ્રથમ સ્થાન આપ્યું છે. હિમાલયની જેમ સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મનની જ્યોતિ ચંદ્રમાની શીતળતા છે. તેવા આપણા મનમાં સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી શૈલપુત્રી છે. પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે અવતરીત મા શૈલપુત્રી, વૃષભ પર બિરાજીત છે જેના જમણાં હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે. આ નવદુર્ગાઓની પ્રથમ નવદુર્ગા છે.
પ્રથમ નોરતે માનું પૂજન અર્ચન કરવાથી જીવનમાં અપાર સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. નવરાત્રિમાં 9 દિવસ સુધી માની આરાધના કરવાથી માતા પોતાના ભક્તોની મનોકામના પૂરી કરે છે. નવરાત્રિના પહેલા દિવસે ઘટ સ્થાપના કરવામાં આવે છે. ઘટ સ્થાપના એટલે કળશ સ્થાપના. નદીની રેતીનો આ માટે ખાસ ઉપયોગ કરવામાં આવે છે. માટીની સાથે તેમાં જવ ઉમેરો. આ સિવાય કળશમાં ગંગાજળ, લવિંગ, એલચી, પાન, સોપારી, રોલી, કલાવા, ચંદન, ચોખા, હળદર, રુપિયો અને ફૂલ મૂકો, પછી ‘ૐ ભૂમ્યૈ નમઃ’ મંત્રનો જાપ કરતાંની સાથે સાત અનાજને રેતી ઉપર સ્થાપિત કરો.
ગરબા સ્થાપનાનું મુહૂર્ત આવતી કાલે સવારે 6 વાગ્યેને 16 મિનીટે અને 7 વાગ્યેને 40 મિનીટી છે.સવારે સ્નાન કરો.લાલ વસ્ત્રો ધારણ કરો.ઘરના સ્વચ્છ સ્થાન પર માટીથી વેદી બનાવો. વેદીમાં જવ અને ઘઉ બંને બીજ આપો. એક માટી કે કોઈ ધાતુના કળશ પર રોલીથી સ્વસ્તિકનુ ચિન્હ બનાવો. કલશ પર લાલ દોરો લપેટો. જમીન પર અષ્ટદળ કમળ બનાવો. તેના પર કળશ સ્થાપિત કરો.કળશમાં ગંગાજળ, ચંદન, દૂર્વા, પંચામૃત, સોપારી, આખી હળદર, કુશા, રોલી, તલ, ચાંદી નાખો. કળશના મોઢા પર 5 કે 7 કેરીના પાન મુકો.
તેના પર ચોખા કે જવથી ભરેલુ કોઈ પાત્ર મુકી દો. એક પાણી ભરેલા નારિયળ પર લાલ ચુંદડી કે વસ્ત્ર બાંધીને લાકડીના પાટલા કે માટીની વેદી પર સ્થાપિત કરી દોનારિયળને ઠીક દિશામાં મુકવો ખૂબ જરૂરી છે. તેનુ મોઢી સદા તમારી તરફ અર્થાત સાધક તરફ હોવુ જોઈએ. નારિયળનુ મુખ તેને કહે છે જે તરફ તે ડાળખી સાથે જોડાયેલુ હોય છે.
પૂજા કરતી વખતે તમે તમારુ મોઢુ સૂર્યોદય તરફ મુકો. ત્યારબાદ ગણેશજીનુ પૂજન કરો. વેદી પર લાલ કે પીળુ કપડુ પાથરીને દેવીની પ્રતિમા કે ચિત્ર મુકો. આસન પર બેસીને ત્રણ વાર આચમન કરો. હાથમાં ચોખા અને પુષ્પ લઈને માતાનુ ધ્યાન કરો અને મૂર્ત કે ચિત્ર પર સમર્પિત કરો. આ ઉપરાંત દૂધ, ખાંડ, પંચામૃત, વસ્ત્ર, માળા, નવૈદ્ય પાનનુ પાતુ આદિ ચઢાવો. દેવીની આરતી કરીને પ્રસાદ વહેંચો અને ફળાહાર કરો.