Jio-Airtel-Vi બધા નિષ્ફળ, આ કંપની આપી રહી છે એક વખતનું રિચાર્જ અને જીવનભરની શાંતિ!
ટેલિકોમ કંપનીઓ Jio, Airtel, Vi અને BSNL તેમના યુઝર્સને એકથી વધુ પ્લાન પ્રદાન કરી રહી છે. ઓછી કિંમતે વધુ લાભો ધરાવતી યોજનાઓ વપરાશકર્તાઓને પોતાની તરફ આકર્ષે છે. આ બધામાં Jio સૌથી આગળ રહે છે પરંતુ હવે MTNLનો નવો પ્લાન Jioને પણ પછાડવા માટે આવ્યો છે. જો કે કંપની આ પ્લાનને ઘણા સમયથી ઓફર કરી રહી છે, પરંતુ ઘણા યુઝર્સને તેના વિશે ખબર નહીં હોય. આ પ્લાનની કિંમત 225 રૂપિયા છે અને તેમાં આજીવન વેલિડિટી આપવામાં આવી રહી છે. તો ચાલો જાણીએ એમટીએનએલના રૂ. 225ના પ્લાનની વિગતો.
આ પ્લાનમાં 225 રૂપિયાનો ચાર્જ એક વખતનો છે. એટલે કે તમારે આ રકમ માત્ર એક જ વાર ચૂકવવી પડશે. આમાં સિમ અને એકાઉન્ટની માન્યતા આજીવન છે. ત્યાં જ ટેરિફની માન્યતા પણ આજીવન છે. આમાં 100 મિનિટ કોલિંગ મિનિટ પણ આપવામાં આવી રહી છે. જો કે આમાં દરેક વસ્તુ ફ્રી આપવામાં આવી રહી છે, પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે જેના માટે તમારે પૈસા ચૂકવવા પડશે. જો આપણે વોઈસ કોલિંગની વાત કરીએ તો આ માટે તમારે 0.02 પૈસા પ્રતિ સેકન્ડનો ચાર્જ ચૂકવવો પડશે. ત્યાજ STD કૉલ્સ માટે ચાર્જનો દર પણ સમાન છે.
આ સિવાય તમારે વીડિયો કોલિંગ માટે મિનિમમ 0.60 પૈસા પ્રતિ મિનિટનો ચાર્જ પણ ચૂકવવો પડશે. રોમિંગ દરમિયાન તમારે લોકલ આઉટગોઇંગ કોલ માટે 0.80 રૂપિયા અને વીડિયો આઉટગોઇંગ કોલ માટે 375 પૈસા પ્રતિ મિનિટ ચૂકવવા પડશે.
યુઝર્સ ને થશે ફાયદો : જો તમે MTNL યુઝર છો અને તમારા સિમને એક્ટિવ રાખવા માટે થોડું રિચાર્જ કરાવવા માગો છો, તો આ તમારા માટે વધુ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. જો જોવામાં આવે તો આ એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે.