ગ્રાહકના વનપ્લસ નોર્ડ 2 ફોનમાં વિસ્ફોટ બાદ કંપનીએ કરી મોટી જાહેરાત

વનપ્લસ નોર્ડ 2 માં અચાનક વિસ્ફોટ ને કારણે એક વપરાશકર્તાને ગંભીર ઈજાઓ થઈ હતી. ગયા અઠવાડિયે એક વપરાશકર્તા દ્વારા આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. તાજેતરના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વનપ્લસે રિફંડ જારી કર્યું છે અને કંપની પીડિતાનો તબીબી ખર્ચ ચૂકવવા તૈયાર છે. અગાઉ પણ આવા જ કેસ ઓનલાઇન નોંધાયા હતા. આ ઘટનાને કારણે અન્ય વનપ્લસ નોર્ડ 2 વપરાશકર્તાઓમાં સુરક્ષાની ચિંતા વધી હતી.

કંપનીના ઓપરેશનલ હેડ મદદ માટે પીડિતાના સંપર્કમાં હોવાનું કહેવાય છે. જોકે વનપ્લસે હજુ સુધી આ મામલે કોઈ વિગતોની પુષ્ટિ કરી નથી. ટ્વિટર પર આ ઘટનાની જાણ કરનાર વપરાશકર્તાએ વળતર અંગે કોઈ અપડેટ પણ શેર કર્યું નથી. જોકે, તેમણે અગાઉ ઉલ્લેખ કર્યો હતો કે કંપનીના “સતત સંપર્કમાં” છે અને આ મામલે કામ કરી રહી છે.

વનપ્લસ નોર્ડ 2 જુલાઈમાં ભારત અને વૈશ્વિક બજારમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. લોન્ચિંગના અઠવાડિયા બાદ એક યુઝરે આરોપ લગાવ્યો હતો કે ફોન ખરીદ્યાના થોડા જ દિવસોમાં તેમાં વિસ્ફોટ થયો હતો. કંપનીએ તે કેસમાં પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે “નુકસાન બાહ્ય પરિબળો સાથે સંકળાયેલી કોઈ ઘટનાને કારણે થયું છે, કોઈ મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ કે પ્રોડક્ટ ની ખામી ને કારણે નહીં.”

Scroll to Top