ઓનલાઇન ગેમ રમવામાં 10 લાખ નું દેવું થઈ જતાં ટુકાવ્યું જીવન, બે માસૂમ અનાથ થઈ જતાં પરિવારમા શોક નો માહોલ

છેલ્લા થોડા મહિનામાં સોશિયલ મીડિયા માધ્યમ ખૂબ જ એક્ટીવ બન્યું છે પરંતુ તેની સાથે તેના ખરાબ પરિણામ સામે આવ્યા છે. તેમાં પણ ઓનલાઈન ગેમોને લઈને યુવાનોમાં ઘણો રસ જોવા મળે છે. જ્યારે આજે એવી જ એક ઘટના સામે આવી છે. જેમાં ઓનલાઈન ગેમોમાં એક વ્યકિતનો જીવ ગયો છે. આવી જ એક ઘટના એમપીના રાજગઢ જિલ્લામાંથી સામે આવી છે. અહીં એક ઓનલાઈન ગેમમાં 10 લાખ રૂપિયા ગુમાવ્યા બાદ એક યુવક દ્વારા આત્મહત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, યુવક ત્રણ બહેનનો એકમાત્ર ભાઈ પણ હતો. જ્યારે હવે તેના મૃત્યુથી પરિવારનો ચિરાગ ઓલવાઈ ગયો છે. પરિવારજનો દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેણે ઓનલાઈન ગેમમાં 10 લાખ રૂપિયા ગુમાવ્યા હતા. જેના કારણે તે છેલ્લા એક મહિનાથી ડીપ્રેશનમાં હતો. પરિવારને રાત્રીના આઠ વાગ્યે રેલવે ટ્રેક પાસે તેનો મૃતદેહ પડ્યો હોવાના સમાચાર મળ્યા હતા. આ ઘટના બ્યાવરા પાસેના પડોનિયા ગામની છે અને મૃતક યુવકની ઓળખ વિનોદ ડાંગી તરીકે કરવામાં આવી રહી છે.

મૃતકના મિત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, યુવક ઓનલાઈન તીન પત્તી ગેમ રમતો હતો. જેમાં તેને 10 લાખ રૂપિયા ગુમાવ્યા હતા. આ ગેમ રમવા માટે યુવક દ્વારા કોમ્પ્લેક્સના દુકાનદારો પાસેથી પૈસા ઉછીના લેવામાં આવ્યા હતા. તે સમગ્ર દિવસ તેની દુકાનમાં બેસીને રમતો રહેતો હતો. વિનોદ ડાંગી પોતે પરિણીત છે અને તેના બે નાના-નાના બાળકો પણ રહેલા છે. વિનોદના મોતથી બે માસુમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.

તેની સાથે એ પણ જાણવા મળ્યું છે કે, વિનોદ ડાંગીના પિતા મોટા ખેડૂત પણ છે. બ્યાવરામાં ભોપાલ રોડ પર એક મોટું કોમ્પલેક્સ છે, તેમાં તમામ દુકાનો ભાડા પર છે. વિનોદ અહીં બેસતો હતો. તે દરમિયાન તેને ઓનલાઈન ગેમ્સની લત લાગી ગઈ હતી. ગેમ રમવા માટે તે દુકાનદારો પાસેથી ઉધાર લેતો હતો. આ રીતે ધીમે-ધીમે તેના પર દેવું વધી ગયું અને અંતે તેના દ્વારા આત્મહત્યા કરવાનું પગલું ભરવામાં આવ્યું હતું.

Scroll to Top