હાલમાં તહેવારોની સીઝન ચાલી રહી છે, ત્યારે લોકો હવે Online શોપિંગ તરફ વળી રહ્યા છે, અને તહેવારોની સીઝનને કારણે આ ઑનલાઇન ખરીધી કરતી કંપનીઓ ભારે ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે, ત્યારે હાલમાં જ ફ્લિપકાર્ટ દ્વારા બિગ બિલિયન સેલમાં ધમાકેદાર ઓફર્સ આપવામાં આવી હતી.
ત્યારે કંપની દ્વારા આપવામાં આવેલ આ ભારે ડિસ્કાઉન્ટને કારણે લાખો લોકોએ ફ્લિપકાર્ટ પર ઘણી ખરીદી કરી રહ્યાં છે. જો કે ઘણીવાર આ ઑનલાઇન ખરીદી માં લોકો જે ઓડર આપે છે તેના બદલે કોઈ અલગ જ વસ્તુઓ આવી જતી હોય છે. અને આમે ઘણી છેતરપિંડીની પણ ઘટનાઓ સામે આવી ગઈ છે. ત્યારે આ વખતે પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
રિપોર્ટ અનુસાર, આ બાબત તાજેતરમાં સિમરનપાલ સિંહ નામના યુઝર સાથે બની છે. ફ્લિપકાર્ટના બિગ બિલિયન ડેઝ સેલમાં સિમરનપાલે 53 હજાર રૂપિયાની કિંમતના આઇફોન 12 મંગાવ્યા હતા, પરંતુ જ્યારે તેને ડિલિવરી મળી ત્યારે તેણે જોયું કે એપલના ફોનની જગ્યાએ નિરમા સાબુના બે ડબ્બા પેટીમાં ભરેલા આવ્યા હતા.
સિમરનપાલ સિંહ નામના વ્યક્તિએ આ કેસ અંગે તેઓને જાણ કરી હતી. તેને આઈફોન 12 મંગાવ્યો હતો. પણ જ્યારે તેણે પેકેજ ખોલ્યું તો તેને મોટો ઝટકો લાગ્યો હતો. જેમાં તેને આઈફોન 12ના બદલે પાંચ રૂપિયાની કિંમતના બે સાબુ હતા. ત્યારબાદ તેને તરત જ ડિલિવરી માટે ના પાડી દીધી હતી અને OTP આપવાની પણ ના પાડી દીધી હતી. ત્યારે આ ડિલિવરી મેન દ્વારા ઓટીપી શેર કરવા માટે દબાણ કરતાં સિમરનપાલ સિંહે ફ્લિપકાર્ટના કસ્ટમર કેરને ફરિયાદ કરી હતી.
જો કે આ સમગ્ર મામલે ડિલિવરી કરનાર વ્યક્તિ સાથે ઘણા દિવસોના પ્રયત્નો અને વાટાઘાટો પછી, ઓપન બોક્સ ડિલિવરીના વિકલ્પને કારણે, ફ્લિપકાર્ટે તેની ભૂલ સ્વીકારી અને ઓર્ડર રદ કરી દીધો હતો અને તેને આ વસ્તુના રિફંડની પ્રક્રિયા કરી હતી. અને ત્યારબાદ તેને થોડા દિવસો બાદ આ રિફંડના પૈસા તેના ખાતામાં મોકલવામાં આવ્યા હતા. સિમરનપાલ સિંહે આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ બનાવ્યો હતો.