ઓનલાઈન મળતા યુગલો એકબીજાની ભાષાથી સાવ અજાણ હતા. તેમ છતાં બંને પ્રેમમાં પડ્યા અને લગ્ન કરી લીધા. ગૂગલ ટ્રાન્સલેટ બંને વચ્ચે વાતચીતનું માધ્યમ બન્યું હતું. આના દ્વારા બંને એકબીજાના દૃષ્ટિકોણને સમજી શક્યા. બ્રિટનના લ્યુક ડિકિન્સન અને યુક્રેનની વીરા ક્લિમોવા ફેસબુક પર મળ્યા હતા. બંને લોકો શરણાર્થીની મદદ કરી રહ્યા હતા. વીરા પોતે પણ શરણાર્થી હતી.
વિરા લ્યુકને મેસેજ કરતી વખતે ગૂગલ ટ્રાન્સલેટનો ઉપયોગ કરતી હતી, કારણ કે તેને અંગ્રેજી આવડતું ન હતું. લ્યુકે કહ્યું કે તે વીરાને ખૂબ પસંદ કરે છે, તેથી ભાષા અમારી વચ્ચે અવરોધ નથી. બંને જણ સમય મળે ત્યારે એકબીજા સાથે વાતો કરતા પછી વીરાએ યુકે આવવા માટે મુસાફરીની મંજૂરીની રાહ જોવાનું શરૂ કર્યું. લ્યુકે કહ્યું કે અમને બંનેને ચેટ કરવાનું ગમ્યું, પણ આગળ શું? આ વિશે કોઈ ખ્યાલ નહોતો. કારણ કે તે દૂર રહેતી હતી.
24 ફેબ્રુઆરીએ થયેલા બોમ્બ ધડાકામાં વીરાનું ઘર નષ્ટ થઈ ગયું હતું. આ પછી તે તેની 15 વર્ષની પુત્રી કરીના અને બેગ સાથે કેટલાક અઠવાડિયા સુધી મુસાફરી કરીને હોલેન્ડ પહોંચી. આ દરમિયાન ઘણા લોકોએ વીરા અને તેની પુત્રીની મદદ કરી. પછી વીરાએ બ્રિટનના વિઝા માટે અરજી કરી કારણ કે મોલ્ડોર્વાનો એક મિત્ર બ્રિસ્ટોલ (યુકે)માં રહેતો હતો. આ મિત્રએ જ વીરાને મદદ કરવાની વાત કરી હતી.
6 એપ્રિલે વીરા દીકરી કરીના સાથે બ્રિટન પહોંચી હતી. અહીં પહોંચતાની સાથે જ તેણે અંગ્રેજીના વર્ગો શરૂ કર્યા. તેણે ડ્રાઇવિંગ પણ શીખવાનું શરૂ કર્યું, જેથી તેને ત્યાં કામ મળી શકે. જુલાઈમાં લ્યુકે વીરાને તેના ઘરે આમંત્રણ આપ્યું હતું. પછી વીરા થોડું થોડું અંગ્રેજી બોલતા શીખી ગઈ હતી. બંનેએ એકબીજા સાથે વાત કરી. જ્યાં વીરાની વાત સમજાતી ન હતી ત્યાં લ્યુબેક ગૂગલ ટ્રાન્સલેટનો સહારો લેતો હતો.
મુલાકાત બાદ બંને લંડન અને વેમાઉથની ટ્રીપ પર ગયા હતા. લગભગ બે અઠવાડિયા પછી લ્યૂકે નક્કી કર્યું કે તેણે વીરા સાથે લગ્ન કરવા છે. 30 સપ્ટેમ્બરના રોજ, વિરા અને લ્યુકે બ્રિસ્ટોલ રજિસ્ટ્રાર ઓફિસમાં લગ્ન કર્યા. લગ્નમાં આવેલા મહેમાનની સામે કપલે અલગ-અલગ ભાષાઓમાં ભાષણ આપ્યું હતું. જો કે, વીરાના પરિવારમાંથી કોઈ પણ આ લગ્નમાં હાજરી આપી શક્યું ન હતું. આ કપલ ટૂંક સમયમાં તેમના હનીમૂન પર પોલેન્ડ જશે.
વીરાના પરિવારમાં 3 બહેનો છે, જેમાંથી બે પોલેન્ડમાં તેમની માતા સાથે છે. તો એક હજુ પણ યુક્રેનના ગામમાં રહે છે. તેના બે ભાઈઓને યુદ્ધની શરૂઆતમાં રશિયન સૈનિકો દ્વારા કબજે કરવામાં આવ્યા હતા, અને ત્યારથી તેઓ ગુમ થઈ ગયા હતા. તો વીરાના પહેલા પતિનું અવસાન થયું. વિરા ‘બ્રિસ્ટોલ સિટી એકેડમી’માં અભ્યાસ કરી રહી છે.